ડેડીયાપાડા: આજરોજ ડેડીયાપાડા તાલુકામાં બેસણા ગામ પ્રાથમિક શાળામાં શિક્ષકો દ્વારા પર્યાવરણ પ્રત્યે વિદ્યાર્થીઓએને સમજ વિકસે અને તેઓ વૃક્ષોનું મહત્વ સમજતા થાય એવા ઉદ્દેશ સાથે મળીને વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Decision News ને મળેલી માહિતી મુજબ ડેડીયાપાડા થી ચાર કિલોમીટરના અંતરે આવેલા બેસણા ગામની પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ સીતાબેન વસાવા દ્વારા વર્તમાનમાં જળ જંગલ જમીનની જે સ્થિતિ છે તેના વિષે વિદ્યાર્થીઓ માહિતગાર થાય એવા આશય સાથે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓને ભાગલીધો હતો.

તેમણે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું આજે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગ થી ઝઝૂમી રહ્યું છે ત્યારે માનવ જીવનમાં વૃક્ષોનો ખૂબ જ મહત્વ છે. વૃક્ષો વાવવાથી થતા ફાયદા અને વૃક્ષોનું માનવ જીવનમાં મહત્વ સમજાવ્યુ હતું  બેસણા પ્રાથમિક શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ફૂલછોડ, લીમડો જેવા વિવિધ વૃક્ષોનું વૃક્ષારોપણ કરી કાર્યક્રમ સાર્થક બનાવ્યો હતો.