સુરત: સુરતના સચિન વિસ્તારમાં આવેલા કપલેથા ગામમાં પાંચ મહિના પહેલાં બે વર્ષની બાળકી સાથે થયેલા રેપ વિથ મર્ડરની ઘટનામાં સુરત સેશનસ કોર્ટમાં આજે મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. બળાત્કાર બાદ હત્યા કરનાર આરોપીને સુરત સે સેશન્સ કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે.
27 ફેબ્રુઆરીના રોજ ઈસ્માઈલ નામના વ્યક્તિએ તેના મિત્રની 1 વર્ષ અને 9 મહિનાની બાળકી સાથે રેપ વિથ મર્ડર કરી નાખ્યું હતું. આ ઘટનાના કેસમાં બે દિવસ પહેલાં જ સુરતની સેશન્સ કોર્ટે નરાધમ આરોપી યુસુફ ઈસ્માઈલને દોષિત જાહેર કર્યો અને આજે કોર્ટે ચુકાદો આપતાં આરોપીને ફાંસીની સજા સંભળાવી છે. આ કેસ સેશન્સ કોર્ટના છઠ્ઠા એડિશનલ જજ એસ.એન. સોલંકીની કોર્ટમાં કેસ ચાલ્યો હતો. ઈસ્માઈલ બાળકીને દરેક વખતની જેમ રમાડવાના બહાને યુસુફ બાળકીને લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ કરી બાળકીની હત્યા કરી હતી. ઈસ્માઈલે બાળકીના શરીર પર અલગ અલગ જગ્યાએ ઈજા પહોંચાડી હતી અને પેટના ભાગે છરી મારી હતી. ઈસ્માઈલે પોતાના મોબાઈલમાં બાળકીના નભિના ભાગને કઈ રીતે ડેમેજ કરાઈ તેના વીડિયો પણ જોયા હતા.
આ કેસને લઈને ગત સુનાવણીમાં સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે 27 ફેબ્રુઆરી 2023 ના રોજ સચિનના કપલેથા ગામે 1 વર્ષ અને 9 મહિનાની બાળકી પર આરોપી ઈસ્માઈલ ઉર્ફે યુસુફ સલીમ હજાતે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ બાદ તેની હત્યા કરી હતી. એટલું જ નહી, બાળકીના શરીરના ભાગે ઈજા પહોંચાડી હતી તેમજ તેના પેટના ભાગે બચકાં ભરી ઈજા પણ પહોંચાડવામાં આવી હતી. આ કૃત્ય બાદ આરોપી બાળકીની લાશને ફેંકીને ભાગી ગયો હતો. પોલીસે આ આરોપીને 28 ફેબ્રુઆરીના રોજ ઝડપી પાડયો હતો. આ કેસમાં ટુંક સમયમાં જ ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી.
સરકારી વકીલે આ કોર્ટમાં રેરર ઓફ ધ રેર કેસ ગણવા માટે દલિલમાં મચ્છીસિંહ ના કેસનું ઉદાહરણ મૂકવામાં આવ્યું હતું. કોર્ટમાં આરોપીની ક્રૂર માનસિકતા ઉજાગર કરવામાં આવી હતી, જેમાં ભોગ બનનારની ઉંમર અને તે નિ: સહાય હલતમાંથી એ બતાવવામાં આવ્યું. તેની ઉપર જે ઈજાઓ પહોંચાડવામાં આવી છે એ કોર્ટમાં દર્શાવવામાં આવી હતી. આરોપીએ આ જ પ્રકારનું કૃત્ય અગાઉ પણ એક મહિલા સાથે કર્યું હતું. એ પણ બતાવ્યું હતું. આ બનાવના 5 મહિનામાં જ આ કેસની ન્યાયિક કાર્યવાહી સુરતના છઠ્ઠા એડિશનલ સેશન્સ જજ શંકુતલાબેન સોલંકી સાહેબની કોર્ટમાં ચલાવવામાં આવી હતી. ત્યારે ગત સુનાવણીમાં આરોપીને ઇન્ડિયન પીનલ કોડ કલમ 302,363,366, પોસ્કો એક્ટ 376, એ, બી ઝ 377 વગેરે કલમ બેઠા દોષિત જાહેર કરાયો હતો. આરોપીને દોષિત જાહેર થયા બાદ સજા અંગે આજે દલિલો કરવામાં આવી હતી. જેમાં આ કેસને રેરેસ્ટ ઓફ ઘ રેરે ગણવામાં આવે છે. જેથી આરોપીને મહત્તમમાં મહત્તમ ફાંસીની સજા થાય એની માંગણી સરકારી વકીલ દ્વારા કરવામાં આવી છે. જેને આધારે કોર્ટે આરોપીને ફાંસીની સજા સંભળાવી છે.
આ કેસમાં સરકાર તરફ આ કેસને સાબિત કરવા માટે કોર્ટમાં 49 જેટલા મૌખિક સાક્ષીઓ અને પુરાવા રજૂ કરવામાં આવ્યા તેમજ 70 થી વધુ દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. ઉપરાંત આરોપીના મોબાઈલમાંથી 200 થી વધુ અશ્લીલ વીડિયો અને ફોટા મળી આવ્યા હતા એ પણ તેની માસિકતા દર્શાવવા રજૂ કરાયા હતા.

