સાપુતારા: ઝરમર ઝરમર વરસતા વરસાદીના માહોલમાં ડાંગના સહ્યાદ્રી પર્વતમાળાની ગોદમાં વસેલા ગિરિમથક સાપુતારાના ‘મેઘ મલ્હાર પર્વ’ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશવિદેશના પ્રવાસીઓ સ્થાનિક અને અન્ય રાજયના લોકો ઉમટ્યા છે.

Decision News ને મળેલી માહિતી મુજબ સાપુતારાના ‘મેઘ મલ્હાર પર્વ-2023’ને માણવા માટે 30 જેટલા દેશોના 64 જેટલા યુવા પર્યટકો અત્રે પધાર્યા હતા. TCGLના મહેમાન બનેલા આ પ્રવાસી પંખીઓ, શ્રીલંકા, બુરૂન્ડી, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, તઝાકિસ્તાન, સિરીયા, નાઈજીરિયા, નેપાળ, અંગોલા, મડાગાસ્કર, સોમાલિયા, મ્યાનમાર, મોરેશિયસ, ધ ગામબીયા, મલાવી, યમન, ઈજિપ્ત, કમ્બોડિયા, યુગાન્ડા, બોટસવાના, કેન્યા, તુર્કમેનિસ્તાન, ફિજી, રશિયા, ફ્રાંન્સ, ડીજીબૌતી, ઇથોપિયા, ઘાના, મોઝામ્બિક, સહિત કોટે’ડીલ્વોરે જેવા દેશોમાથી ઊડીને આવી સહ્યાદ્રીની ગોદમાં વરસાદી માહોલની મજા માણી રહ્યા છે.

સાપુતારાના મહેમાન બનેલા આ વિદેશી પર્યટકોને સાપુતારા અને ડાંગના નૈસર્ગિક પ્રવાસન સ્થળોથી ગુજરાત પ્રવાસન નિગમ લિ. દ્વારા માહિતી આપી હતી અને વિદેશથી આવેલા પર્યટકો સાપુતારાના માહોલની મજા માણી રહ્યા છે.