ડેડીયાપાડા: ડેડીયાપાડા તાલુકામાં આવેલ ITIમાં આર.ટી.ઓનું પ્રથમ સ્ટેજનું લાઇસન્સ (લર્નિંગ લાઇસન્સ) માટે ગુજરાત સરકાર દ્વારા પ્રોસેસ કરવામાં આવે છે પણ છેલ્લાં એક સપ્તાહથી નેટની કનેક્ટિવિટી બંધ હોવાથી લોકો ધક્કા ખાઈ રહ્યાનું સામે આવ્યું છે જેની Decision News દ્વારા ઘટના સ્થળ પર પોહચી ખરાઈ કરાઈ હતી.
જુઓ વિડીયો..
ડેડીયાપાડા તાલુકાની ITI ડેડીયાપાડા લર્નિંગ લાઇસન્સ આવતાં લોકો ધક્કા ખાઈ પાછા ફરતી વેળાએ કહી રહ્યા છે કે વિકાસશીલ ગુજરાતની સાચી હકીકત તપાસવી હોય તો ડેડીયાપાડા તાલુકામાં આવવું પડે અમે ડેડિયાપાડા થી 40 કિલોમીટર દુરથી ઊંડાણ વાળા વિસ્તારનાના માટે આવીએ છીએ અને કામગીરી થતી નથી. ઉપરથી ગુજરાત સરકારના પોલીસ વિભાગ દ્વારા લાઇસન્સ વગર મુસાફરી માટે મોટો દંડ ફટકારવામાં આવી રહ્યો છે.. બોલો લોકો માટે છે ને ગંભીર પ્રશ્ન..

