ગુજરાત: ગુજરાત એસ.ટી.તંત્ર ગરીબ અને મધ્યમ વર્ગના લાખો મુસાફરોની હેરફેર માટે મહત્વનું સાધન હોય તો તે એસ.ટી. બસ છે. ત્યારે હવે ઘણા વર્ષો પછી એસટી દ્વારા બસ ભાડામાં વધારો થયો હોવાની માહિતી મળતા ચર્ચાનો વંટોળ ઉઠયો છે.
Decision News એ મેળવેલી માહિતી મુજબ અત્યાર સુધીમાં બીજા રાજ્યોમાં પગાર, ડીઝલ તથા સ્પેરપાર્ટસના ભાવ અને વધારા ખર્ચને પહોંચી વળવા માટે એસ.ટી બસના ભાડામાં લગભગ દર વર્ષે વધારો કરાઈ છે જ્યારે ગુજરાતમાં છેલ્લા 10 વર્ષથી એસ.ટી.ના ભાડામાં કોઈ પણ પ્રકારનો વધારો કરાયો નથી. પણ હવે ગુજરાત સરકાર દ્વારા નિગમ એસ.ટી બસના ભાડામાં વધારો કરાયો છે. .
એક સર્વે અનુસાર જોઈએ તો નિગમની લોકલ સર્વિસોમાં કુલ મુસાફરો પેકી 85 % મુસાફરો (દરરોજ 10 લાખ જેટલા) 48 કિ.મી.સુધીની મુસાફરી કરતાં હોય છે. એવું કહેવાય રહ્યું છે કે આ ભાડા વધારાની લોકલ બસમાં નહિવત અસર જોવા મળશે.

