વાંસદા: વાંસદાના કંબોયા ગામે ખાતા 301 થી સર્વે નંબર 135 ના માલિક તરીકે યોગેશભાઈ શાંતિલાલ છાંટબાર અને ભાવિનકુમાર હસમુખલાલ શાહ નાઓનું નામ ચાલી આવેલ છે. જેઓએ તારીખ 30/05/2023 ના રોજ કંબોયા ગ્રામ પંચાયતમાં કવોરી બનાવવા માટે એન.ઓ.સી મેળવવા માટે અરજી કરવા માં આવી છે. જેઓનો મુખ્ય હેતુ કવોરી બનાવવાનો છે.

વાંસદા કંબોયા ગામ આદિવાસી વિસ્તાર છે. અને ગામમાં મુખ્ય વ્યવસાય નર્સરી, ખેતી અને પશુપાલન છે. જેના પર ગામ ના લોકોની આજીવિકા ચાલી આવેલી છે. ગામના દરેક 2 ઘર છોડીને નર્સરી, પશુપાલન નો મુખ્ય વ્યવસાય છે. ઉપરોક્ત જણાવેલ ખાતા નંબરની બાજુમા ઘણાં ઘરો આવેલા છે. જેથી સ્થાનિક લોકોની જમીન ને ઘણું નુકશાન થાય તેમ છે. તથા ઘણાં કુટુંબ ખેતી અને નર્સરી પર વધારે નિર્ભર રહેતા આવેલા છે.

કંબોયા ગામ ના આગેવાનો Decision News સાથે વાત કરતા જણાવે છે કે યોગેશભાઈ શાંતિલાલ છાંટબાર અને ભાવિનકુમાર હસમુખલાલ શાહ નાઓને જો. કવોરી ખોલવા માટે પરવાનગી આપવામાં આવશે તો અમારાં આદિવાસી વિસ્તારની ફળદ્રુપ જમીન ને ભયંકર નુકશાન થાય તેમ છે. તથા ઉપરોક્ત ખાતા નંબરની જમીન ની બાજુમાં ઘણાં આદિવાસી ભાઈ બહેનોના ઘરો પણ આવેલા છે. તથા અમારા આદિવાસી વિસ્તારમાં જો કવોરી ખોલવામાં આવે અથવા તેઓને પરમિશન આપવામાં આવે તો અમારા ગામના લોકોને ભયંકર નુકશાન થાય તેમ છે. જે ચીખલી તાલુકામાં બામણવેલ, અઢારપીર, માણેકપોર,ચાસા, દેગામ, આલીપોર ગામોનો ની પરિસ્થતિ નો દાખલો નજરો સમક્ષ છે

કંબોયા ગામના આગેવાનો એ માજી સરપંચશ્રી ની મુલાકાત લઈ ગ્રામ પંચાયત કંબોયામાં સદર કવોરી બાબતે એન.ઓ.સી ન આપવા માટે ઠરાવ પણ કરેલ છે અને સદર ઠરાવની નકલ સદર અરજી સાથે જોડેલ છે. કંબોયા ગ્રામ જનો નો સખત વિરોધ છે કે ઉપરોક્ત જણાવેલ વ્યક્તિ ઓ ને કવોરી અંગે પરવાનગી ન આપવામાં આવે અને આ બાબત ની રજુવાત ગામ જનો વાંસદા મામલત દાર શ્રી અને નવસારી કલેકટર શ્રી ને પણ કરવા માં આવશે એમ જણાવ્યું હતું અને જો પરમિશન આપવામાં આવશે તો ટુકજ સમયમાં જલદ આંદોલન કરતા પણ અચકાશું નહિ એમ જણાવી રહ્યા છે.