વલસાડ: ગતરોજ આશ્કા ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમથી વલસાડની ગાંધી લાઈબ્રેરીમાં આદિવાસી સાહિત્ય અને પત્રકારત્વની ગઈકાલ આજ અને આવતીકાલ વિષય સાથે પરિસંવાદ યોજાયો હતો જેમાં આદિવાસી સાહિત્યકારો, લેખકો કવિઓ અને પત્રકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં આદિવાસી સાહિત્યકારો પોતાના સમાજની સંસ્કૃતિ અને પરંપરાગત રીત રીવાજો પર રચાયેલી કવિતાઓ લોકવાર્તાઓ વગેરે વિષે રજુવાતો કરી હતી જ્યારે પત્રકારો દ્વારા પ્રિન્ટ અને ડિઝીટલ માધ્યમોના પત્રકારત્વના નવા માધ્યમો સાથે સમાજમાં બદલાતી પત્રકારત્વની ભૂમિકા અંગે ચર્ચાનો સંવાદ કર્યો હતો. અને આદિવાસી સમાજ વિકાસમાં લોકધર્મી એટલે કે લોક સહકાર અને લોક સહયોગથી ચાલતું પત્રકારત્વની આવનાર સમયમાં આવશ્યક બનશે. પત્રકારત્વ એ સેવા સાથે સંઘર્ષનો વિષય છે એમ વાત કરી હતી.

આ પ્રસંગે આશ્કા ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક ડો. હેમંત પટેલ, જાણીતા ચિત્રલેખાના પત્રકાર દેવાશુભાઈ દેસાઈ, આદિવાસી પત્રકારત્વમાં પ્રથમ હરોળના પત્રકાર કુલીન પટેલ, ધરમપુર વનરાજ કોલેજના પ્રિન્સિપાલ, પ્રોફેસરો, મહિલા કવિ વલસાડી વાદળ, આદિવાસી વડીલ બાબુભાઈ, આદિવાસી સાહિત્યકાર, વાઢું સાહેબ Decision News ના ઓનર ડો. અવિનાશ પટેલ, યુવા મોરચા ભાજપ, વલસાડના પ્રમુખ સ્નેહિલ દેસાઈ, મહામંત્રી મયંક પટેલ અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.