કપરાડા: વર્તમાનમાં સતત ધોધમાર પડી રહેલા વરસાદના મહદઅંશે ખૂલતા જ કપરાડા તાલુકાની કોલક નદી ઉપરના એપ્રોચ રોડ ઉપર મોટા પ્રમાણમાં ધોવાણ અને નાના મોટા રસ્તાઓ ઉપર ધોવાણ થયું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે જેન લઈને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

Decision News ને સ્થાનિક લોકો પાસેથી મળેલી માહિતી મુજબ હાલમાં વરસાદ અટક્યા બાદ ફરીથી શરુ થયેલા વાહન વ્યવહારના કારણે જે કપરાડા વિસ્તારમાં રોડની જે સ્થિતિ થઇ છે તેના દ્રશ્યો બહાર આવ્યા છે. વરસાદના લીધે કપરાડાના 30થી વધારે રોડ અને કોઝવે બંધ થયા હતા. જેને લઈને સ્થાનિક લોકો અને વાહનચાલકોને ખુબ જ હાલાકી પડી હતી આ મુદ્દે કપરાડા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ અને ડિઝાસ્ટર વિભાગને જાણ કરાઈ હતી.

હાલમાં જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ અને સ્ટેટ માર્ગ મકાન વિભાગ દ્વારા ધોવાયેલા રસ્તાઓનું મેઇન્ટનેશની કામગીરી કરવામાં આવી રહી હોવાની માહિતી મળી રહી છે. રસ્તાઓના યોગ્ય સમારકામ થઇ ગયા બાદ સ્થાનિક લોકો માટે આ રોડ ખુલ્લા મુકવામાં આવશે.