ડેડીયાપાડા: નર્મદા જિલ્લામાં ડેડીયાપાડામાં માતા-પિતા વગરના ગરીબ અનાથ બાળકોને સારું શિક્ષણ મળી રહે તે માટે તેમના અભ્યાસની સાધન- સામગ્રી માટે અંકલેશ્વરના સેવાભાવી મિત્ર મંડળને યુવાનો દ્વારા પૂરી પાડવાનું કાર્ય કરવામાં આવ્યું હતું.
Decision News ને મળેલી વિગતો મુજબ ડેડીયાપાડા તાલુકામાં આવેલ તીર્થ છાત્રાલયમાં રેહતા 9 અનાથ બાળકોને અંકલેશ્વર ના સેવાભાવી મિત્ર મંડળ દ્વારા શિક્ષણમાં દરમિયાન જરૂરિયાત વાળી સાધન- સામગ્રી જેમ કે એક વોટરપ્રુફબેગ. બે પેન્સિલ. બે નોટબુક. કંપાસ. પાણી પીવાની બોટલ આપી માનવતાને મહેકાવી હતી.
વર્તમાન શિક્ષણના ચાલુ સત્રમાં 2023/24 અભ્યાસમાં બાળકો સારો અભ્યાસ કરવાના અને સારા પરફોર્મન્સ સાથે આગળ વધે એવી કમિટમેન્ટ સાથે વિદ્યાર્થીઓએ આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યમાં સોલીયા ગામના આગેવાન દિનેશભાઈ વસાવા, અને કુટીલપાડા સુરેન્દ્રભાઈ વસાવાએ સહયોગ આપ્યો હતો

