ધરમપુર: ચંદ્રની ધરતી સમાન ધરમપુરમાં નેશનલ હાઈવે 56 પર પડેલા મસ મોટા ખાડાના કારણે આસુરા ગામ પાસે ગઈ રાત્રે ધરમપુર કોઈ કામ અર્થે આવેલા બુહારીના એક યુવાન પડી જતા તેને ગંભીર ઈજા થયાનો કિસ્સો સામે આવ્યો છે.
Decision News ને મળેલી માહિતી મુજબ ધરમપુરમાં નેશનલ હાઈવે 56 પર પડેલા મસ મોટા ખાડાઓ પડ્યા છે જેની વાંરવાર રજુવાત છતાં ધરમપુરનું બહેરું અને મૂગું બનેલી વહીવટીતંત્ર સાંભળતું પણ નથી અને કોઈ બોલાતું પણ નથી ત્યારે ગઈ રાત્રીએ બુહારીનો એક યુવાન કામ અર્થે ધરમપુર આવ્યો હતો તે જતી વેળાએ ધરમપુરના આસુરા પાસે હાઈવે પર પડેલા ખાડામાં તેની બાઈક પડી અને ગંભીર અકસ્માતનો ભોગ બનાવાનો વારો આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
કરવડ થી લઈને ખાનપુર સુધીના નેશનલ હાઈવે 56 પર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય ઉભું થયું છે જ્યાં દિવસે તો ઠીક રાત્રી દરમિયાન પણ અકસ્માતો થવા લાગ્યા છે પણ આ અકસ્માતોમાં લોકો ગંભીર ઘાયલ થાય કે મૃત્યુ થાય વહીવટીતંત્ર ને કઈ જ ફર્ક પડતો નથી એમ લાગે છે. ક્યાં સુધી આમ જ વહીવટીતંત્ર આંખે પાટા બાંધી, બહેરું બની મૂગું બેસી રહશે એ જોવું રહ્યું.

