બીલીમોરા: સરકારના વિકાસના કામો માટે ફાળવાયેલા લાખો રૂપિયાઓ કેવી રીતે પથ્થર રગડવામાં આવે છે તેનો ઉત્તમ દાખલો બીલીમોરા ST ડેપોએ ચાલું વરસાદમાં કલર કામ શરૂ લોકો સમક્ષ રાખ્યો છે એમ કહેવામાં કશું જ ખોટું નથી.
ઉલ્લેખનીય છે કે હાલમાં નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ વચ્ચે બીલીમોરા એસટી ડેપોમાં કલર કામ થઇ રહ્યાના દ્રશ્યો સામે આવ્યા હતા. જેમાં ST ડેપોના વહીવટીતંત્રએ પોતાની બુદ્ધિનું પ્રદર્શન લોકો સમક્ષ પ્રગટ કર્યું છે તેને લઈને લોકો સવાલ ઉઠાવી રહ્યા છે.. ચાલુ વરસાદમાં ડેપોની બહારની દીવાલો પર કલરકામ જોવા મળતાં મુસાફરો પણ વિચારમાં પડી ગયા હતા.
વરસાદમાં કલરકામનો શું અર્થ છે ? આખરે ST ડેપોનું વહીવટીતંત્ર શું સાબિત કરવા માંગે છે ? શું માત્ર સરકારી રૂપિયાનું વેડફવાનું જ મકસદ છે. ડેપોના તંત્રને વરસાદમાં કલરકામ કરવાની બુદ્ધિ કોણે આપી હશે ? હવામાન વિભાગની આગાહી અને સતત વરસી રહેલા વરસાદ વચ્ચે એસટી ડેપોને હવે દિવાલને કલર કામ કરવાનું કેમ સૂઝ્યું છે. ? જેવા અનેક સવાલો લોકો કરી રહ્યા છે.

