નસવાડી: મણીપુરમાં મહિલા અત્યાચારની ઘટનાના પ્રત્યાઘાત ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં પડ્યા છે.ગુજરાતના આદિવાસીઓ દ્વારા આદિવાસી પટ્ટામાં ઉમરગામ થી અંબાજી સુધીના પટ્ટામાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું.તેને લઈને લઈને નસવાડી તાલુકામાં પણ આજે બંધ પાળવામાં આવ્યું હતું.
જુઓ વિડીયો…
મણીપુરમાં સમગ્ર સમાજને શર્મસાર કરનારી ઘટના બની છે. તેને લઈને આદિવાસી સમાજમાં રોષ ભભૂકી ઉઠયો છે. નસવાડી, તણખલા, ગઢ બોરીયાદનાં બજારો સજ્જડ બંધ પાળવામાં આવ્યો છે. બંધના એલાનને તાલુકાના સમગ્ર લોકોએ બંધ પાળીને આદિવાસી સમાજને સમર્થન આપ્યું છે. ઇમરજન્સી સેવાઓ સિવાયની તમામ દુકાનો બંધ પાળી આદિવાસી સમાજને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. દિન પ્રતિદિન વધતો જતો આદિવાસી સમાજ પર અત્યાચારને લઈને બંધ પાળવામાં આવ્યો હતો. જેમાં મણિપુરમાં કુકી સમાજની આદિવાસી સમાજની મહિલાને નિર્વસ્ત્ર કરી પરેડ કરાવી સામૂહિક બળાત્કાર ગુજાર્યો. મધ્યપ્રદેશના મુત્રકાંડ.સુરતમાં 4 વર્ષની માસૂમ બાળકી પર બળાત્કાર કરવામાં આવ્યો. સૌરાષ્ટ્રમાં મજૂરી અર્થે ગયેલા આદિવાસીઓ પર થતા અત્યાચાર કરવામાં આવે છે. આદિવાસીઓ પ્રત્યેનો જાતીય આદિવાસી સમુદાયને વિચલિત કરી ભેદભાવ રોકવા બંધ પાળવામાં આવ્યું હતું.
મણીપુરમાં ચાલતી હિંસાને વહેલી તકે ડામવામાં આવે પીડિત મહિલાઓને ન્યાય મળે અને દોષી યુવાનોને પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે બંધ પાળવામાં આવ્યું હતું અને તાલુકાના આદિવાસી યુવાનો ભેગા મળીને સૂત્રોચાર કરી રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે.

