ધરમપુર: ગ્લોબલ વોર્મિગના વધતાં જતાં પ્રમાણને અટકાવવા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ- ગુજરાત સરકાર દ્વારા સ્વામી વિવેકાનંદ વન સંદર્ભે વૃક્ષારોપણ કાર્યક્ર્મ ધરમપુર ના માલનપાડા ડુંગર વિસ્તારમાં યોજાયો હતો.
સ્વામી વિવેકાનંદ વન સંદર્ભે વૃક્ષારોપણ કાર્યક્રમ યુવા બોર્ડ ના ઝોન સંયોજક હર્ષિત દેસાઈ,યુવા બોર્ડ ના જિલ્લા સંયોજક કિરણભાઈ ભોયા,સામાજિક અગ્રણી ગણેશભાઈ બીરારી,જિલ્લા ભાજપ યુવા મોરચા ના મહા મંત્રી પ્રભાકર યાદવ, શહેર યુવા મોરચા પ્રમુખ અક્ષય ચૌધરી,પૂર્વ ન.પા ઉપ પ્રમુખ નરેશભાઇ તથા યુવા બોર્ડ ના ન.પા.સંયોજક દિવ્યેશ ભોયા, ધવલ ભોયા સહિત યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ અભિયાન યુવા બોર્ડ દ્વારા સતત 5 દિવસ થશે અને વધુ થી વધુ જંગલ વિસ્તારમાં અને ખુલ્લી જગ્યાએ વૃક્ષારોપણ થાય એવા પ્રયાસો હાથ ધરાશે.

