કપરાડા: હાલમાં વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે કપરાડા તાલુકામાં ખેતરમાં કામ અર્થે ગયેલા અને બજારમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા ગયેલા બે આદિવાસી વ્યક્તિઓ દહીંખેડ ગામના ઘોડી ફળીયામાં આવેલા કોઝવે ઉપર કોઝવે ઉપરથી પાણીમાં તણાઈ જવાની ઘટના બનવા પામી છે.

Decision News ને મળેલી જાણકારી પ્રમાણે શુક્રવારે 6.00 થી 7.00 કલાકે દહીંખેડ ગામમાંથી પસાર થતી ખાડીમાં વરસાદી તેજ વહેણના પાણીમાંથી ઉતારવા ગયેલા ખેતરમાં કામ અર્થે અને બજારમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા  ગયેલા બાબલુભાઈ અને અર્જુનભાઈ વર્ષ બંને પાણીમાં તણાઈ ગયા હતા. તેઓની બંનેની લાશ 28 કલાક પછી કોહવાયેલી અને ફૂલી ગયેલી હાલતમાં મળી આવી હતી. પોલીસે ઘટના સ્થળ ઉપર હાજર રહી ગ્રામજનો વચ્ચે જ PM કરાવી બંનેની લાશ સ્મશાન ભૂમિ પાસે જ દફન કરાઈ હતી.

આ ઘટના દહીંખેડ ગામના ઘોડી ફળીયામાં આવેલા કોઝવે પર બની હતી જેની વાત પવનની ઝડપે ફેલાતાં નાનાપોંઢા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પોહચી ગઈ હતી,આ ઘટનાથી પરિવારમાં અને ગ્રામજનોમાં શોકમય વાતાવરણ પ્રસર્યું હોવાનું જોવા મળી રહ્યું છે.