ખેરગામ: આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય પરિસ્થિતિ કેટલી ગંભીર છે તેનો ખ્યાલ છેલ્લા એક વર્ષથી વધુ સમય થવા છતા આજે પણ બીજા PHC નાં મેડીકલ ઓફીસરને વધારાનો ચાર્જ આપી ખેરગામ તાલુકાના તોરણવેરા પ્રા.આ.કેન્દ્ર ખાતે ગાડું દોડાવવામાં આવી રહી રહ્યું હોવાનું સામે આવ્યું તેના પરથી લગાવી શકો છો.

Decision News ને મળેલી જાણકારી પ્રમાણે ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે પ્રા.આ.કેન્દ્ર ઘણા સમયથી 24×7 થી ચાલી આવેલ છે. પરંતુ છેલ્લા એક વર્ષથી વધુ સમય થવા છતા આજે પણ બીજા PHC નાં મેડીકલ ઓફીસર ને વધારાનો ચાર્જ આપી કામ ચલાવવામાં આવી રહ્યું છે. અને જો મેડીકલ ઓફીસરની તાલીમ હોય અથવા મીટીંગ હોય તો તોરણવેરા પી.એચ.સી “રામ ભરોસે ” ચાલી આવેલ છે. આ પી.એચ.સી ને કુલ આઠ ગામનો સમાવેશ કરવામાં આવેલ છે. જેમા તોરણવેરા ,પાટી, કાકડવેરી, જામનપાડા ગૌરી, પાણીખડક, નડગધરી, ધામધુમા જેવા ગામોનો સમાવેશ થાય છે. પરંતુ અમારા અંતરીયાળ ગામોમાં એક મેડીકલ ઓફીસર ચાર્જથી અથવા બોન્ડથી આ સરકારી દવાખાનું ગાડું ચાલી રહયું છે.

આ વાતને લઈને તોરણવેરા ,પાટી,કાકડવેરી,જામનપાડા ગૌરી, પાણીખડક, નડગધરી, ધામધુમાના ગ્રામજનો ખુબ જ આક્રોશમાં છે અને જીલ્લા વિકાસ અધિકારી સાહેબને લેખિત રજુવાત કરી માંગ કરી છે અમારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અસુવિધાની ચકાસણી કરી તાત્કાલીક ધોરણે ઘટતુ કરવામાં આવે એવી છે. જો આમ ન થાય તો આવનારા સમયમાં ગ્રામજનો ભેગા થઇ મામલતદાર કચેરીનો ઘેરાવો કરવામાં આવશે.