કપરાડા: હિંસાગ્રસ્ત મણિપુરમાં બનેલી અમાનવીય ઘટનાને લઈને સમગ્ર દેશના આદિવાસી વિસ્તારોના લોકોમાં ઊડો પ્રત્યાઘાત પડ્યો છે ત્યારે ગુજરાતના છેવાડે આવેલા કપરાડાના આદિવાસી વિસ્તારના લોકો આ ઘટાને લઈને આક્રોશમાં આવ્યા છે અને સમસ્ત આદિવાસી સમાજ કપરાડા દ્વારા આવેદનપત્ર આપી વિરોધ નોધાવ્યો છે.

Decision News ને મળેલી જાણકારી મુજબ કપરાડા તાલુકાના તમામ ભાઈઓ અને બહેનો,યુવાઓને જણાવવાનું કે છેલ્લા અઢી મહિનાથી મણિપુરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પડીભાંગી છે તેના કારણે ગત દિવસોમાં મણિપુરમાં જે આદિવાસી મહિલાઓ પર બર્બરતા પૂર્વક સામૂહિક બળાત્કાર કરી,સરા જાહેર નગ્નાવસ્થા માં ફેરવી ને જનાધ્ય અત્યાચાર કરવામાં આવેલ છે ,

જે અત્યાચારી ટોળાને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને નિષ્ફળ ગયેલ મણિપુર સરકાર રાજીનામું આપે તે માટે તારીખ  22/072023 નાં શનિવારે સમગ્ર કપરાડા તાલુકો સંપૂર્ણ બંધ રાખવાનું એલાન સમસ્ત આદિવાસી સમાજ અગ્રણી કપરાડા તાલુકા જયેન્દ્રભાઈ ગાવિંત એલાન કરે છે.