વલસાડ: આદિવાસી સમાજને ગૌરવ આપતા હોય તેમ વલસાડ ખાતે ઉડાન ધ વિંગસ ઓફ ટેલેન્ટ દ્વારા વલસાડ ગોટ ટેલેન્ટ 2023 નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વેસ્ટર્ન ડાન્સ પર્ફોમન્સમાં ધરમપુર મોટીઢોલ ડુંગરી ગામના રુદ્રવ પટેલને સેકન્ડ પ્રાઈઝ (રનર્સઅપ) અને જૈનીલ પટેલ થર્ડ પ્રાઇસ મળ્યું હતું.
જુઓ વિડીયો…
Decision News ને મળેલી માહિતી મુજબ વલસાડ ગોટ ટેલેન્ટ 2023માં વેસ્ટર્ન ડાન્સ પર્ફોમન્સમાં સેકન્ડ પ્રાઈઝ અને થર્ડ પ્રાઇસ અને જીતનાર રુદ્રવ પટેલ અને જૈનીલ પટેલ ધરમપુર તાલુકાના સમરસ ગ્રામ પંચાયત મોટીઢોલ ડુંગરી ગામના સરપંચશ્રી સુનિતા પટેલના દીકરાઓ છે. જે આદિવાસી સમાજમાંથી આવે છે જેણે આદિવાસી સમાજને ગૌરવ અપાવ્યું છે.
દિકરાઓના પિતા કલ્પેશ પટેલ જણાવે છે કે પોતાના દીકરાઓ આદિવાસી સમાજને ગૌરવ અપાવે એ કોઈપણ પિતા માટે આનંદની જ વાત હોય છે. નાનપણથી અમે એમને સમાજ વિકાસમાં પોતાનું યોગદાન આપવાના સન્સ્ક૫ર આપીએ છીએ. આવનારા દિવાસો મારા રુદ્ર પટેલ, જૈનીલ પટેલ સમાજ ઉપયોગી કામ કરે એવી જ મારી તો ઈચ્છા છે.