ધરમપુર: આદિવાસી વિસ્તારમાં આવેલી ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં આમ તો આરોગ્યની માળખાકીય સુવિધાને લઈને અવારનવાર ફરિયાદ ઉઠતી હોય છે પણ હાલમાં જ સ્ટેટ હોસ્પિટલ હોસ્પિટલમાંથી હવે દર્દીઓના મોબાઈલ ચોરી થઇ રહ્યાનું Decision News ને જાણવા મળ્યું છે.

ધરમપુર પિપલપાડા ગામના શિલ્પાબેન પાડવી Decision News ને જણાવે છે કે હું 16 જુલાઈ 2023ના રોજ સ્ટેટ હોસ્પિટલના 108 નંબર ના વોર્ડ રૂમમાં વહેલી સવારના 4:00 વાગ્યાની આસપાસ આંખ લાગી ગઈ હતી ત્યારે મારો oppok10 5g મોબાઈલ કોઈ અજાણી વ્યક્તિઓ દ્વારા ચોરી લેવામાં આવ્યો હતો આ બાબતે હોસ્પીટલની નર્સને કહ્યું તો તેમને કહેવું હતું કે થોડા સમયથી આવી ઘટના ઘણી બનવા લાગી છે હોસ્પિટલમાં.. પણ એમાં અમે શું કરી શકીએ..! આ ઘટનાને લઈને હોસ્પિટલના CCTV કેમેરા ચેક કરવા પણ માંગ કરી પણ ટેકનિશિયન નથી એમ હોસ્પિટલમાંથી જવાબ મળ્યો. શું હોસ્પીટલના CCTV ચાલુ સ્થિતિમાં હશે ખરા ? એ પણ સવાલ ઉભો થયો છે. જો ચાલુ હોય તો નર્સના કહેવા અનુસાર આ પહેલાં પણ જો ચોરીની ઘટના થઇ હશે તો અત્યાર સુધી કોઈ કાર્યવાહી કેમ નહિ કરાઈ હોય એ પણ પ્રશ્ન છે.

આખરે ચોરીના શિકાર બનેલા શિલ્પાબેન ધરમપુર પોલીસ સ્ટેશનમાં ન્યાય મેળવા માટે ગયા તો ત્યાં એમ જવાબ મળ્યો કે તમારો મોબાઈલ શોધતાં અમને મહિનો તો લાગશે જ ! હવે શિલ્પાબેનને ન્યાય મળશે કે નહિ તે તો આવનારો સમય જ બતાવશે..! પણ હોસ્પિટલમાં સારવાર માટે આવતાં દર્દીઓના આ પ્રકારે મોબાઈલ ચોરીના કિસ્સાઓ વધી રહ્યા છે તો વહીવટીતંત્ર કે ધરમપુર પોલીસથી સ્થિતિ બહેતર કરવામાં નિષ્ફળ કેમ છે.