કપરાડા: ગતરોજ કપરાડા તાલુકા અંતરિયાળ વિસ્તારમાં આવેલા ખડકવાળ ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં રક્તદાન કેમ્પ તથા પર્યાવરણ જાગૃતિ માટે આંબા કલમની ભેટ અને રક્તદાન શિબિરમાં 37 યુનિટ રક્તદાન ભેગુ કરવામાં આવ્યું.
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ખડકવાળ મુકામે ખડકવાડ પ્રાથમિક શાળામાં પાર્થ ટ્રેડર્સ વાપી, સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ, રોટરી ક્લબ ઓફ વાપી રિવર સાઈડ, RAINBOW WARRIORS DHARAMPUR તથા પ્રાથમિક શાળા ખડકવાડના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમનું ઉદઘાટન રોટરી ક્લબ ઓફ વાપીના પ્રમુખ વિરાજ શાહના હસ્તે કરવામાં આવ્યું. રક્તદાન કેમ્પમાં 37 યુનિટ રક્તદાન ભેગુ કરવામાં આવ્યું હતું. પર્યાવરણ જાગૃતિ માટે રક્તદાતાઓને આંબા કલમની ભેટ આપવામાં આવી છે. રેઈન્બો વોરિયર્સ ધરમપુર ગ્રુપની અનોખી પરંપરા મુજબ બી.આર.સી કો. ઓર્ડીનેટર સંજયભાઈનું વ્યક્તિ વિશેષ તરીકે સન્માન કરવામાં આવ્યું.
રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે પાર્થ ટ્રેડર્સ વાપી તરફથી બ્લેંકેટ, સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ તરફથી છત્રી, રોટરી ક્લબ ઓફ વાપી તરફથી છત્રી, થેલી તથા શાળાની બાળાઓને ડ્રોઈંગ બુક ભેટ આપવામાં આવી હતી. RAINBOW WARRIORS DHARAMPUR ના સભ્ય જયેશભાઈ ગાંવિત તરફથી આંબા કલમ ભેટ આપવામાં આવી હતી. કાર્યક્રમનું સફળ આયોજન અને સંચાલન આચાર્ય કાશીરામભાઈ, શિક્ષિકાબેન ભાવનાબેન પટેલ, પ્રગતિબેન ટંડેલ તથા RAINBOW WARRIORS DHARAMPURના કો. ઓર્ડીનેટર તથા આવધા પ્રાથમિક શાળાના શિક્ષક શંકર પટેલે કર્યું હતું.