સેલવાસ: સરકારી શાળાઓમાં શિક્ષણની જેમ ધીમે ધીમે જ્ઞાનનું સ્તર કથળી રાહ્યું છે તેમ સરકારી આરોગ્ય કેન્દ્રોની પણ સ્થિતિ બત્તર થઇ રહી છે દવાઓનો દર્દીઓને લાભ મળતો ઓછો થઇ રહ્યો હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે સેલવાસની વિનોબાભાવે સિવિલ હોસ્પીટલમાં સારવાર માટે આવતાં ગુજરાત અને મહારાષ્ટ્રના દર્દીઓને ડોકટર દ્વારા બહારના મેડીકલ માંથી દવાઓ લેવાનું લખી આપવામાં આવે છે જેને લઈને ગરીબ દર્દીઓને દવાઓની કિંમત મોંઘી હોવાના લીધે આર્થિક તંગી ઉભી થઇ રહી છે.

સેલવાસની વિનોબાભાવે સિવિલ હોસ્પીટલની જેમ જ થોડા દિવસ પહેલા વલસાડના ધરમપુર તાલુકામાં આવેલ સ્ટેટ હોસ્પિટલમાંથી સામે આવ્યો હતો ત્યાં પણ એક ગરીબ દર્દી પાસેથી સરકારી હોસ્પીટલના ડોકટર દ્વારા સારવાર દરમિયાન બહારથી દવા લાવ્યા એમ કહી 12,000 ની રકમ વસુલવામાં આવી હતી તેવા જ હાલ સેલવાસમાં ગરીબ દર્દીઓના થઇ રહ્યા છે.

Decision News ને મળેલી જાણકારી પ્રમાણે સેલવાસની વિનોબાભાવે સિવિલ હોસ્પીટલમાં હાલમાં સારવાર માટે જે દર્દીઓ તપાસ કરવા ડોક્ટર પાસે જાય છે તેને અહી હોસ્પિટલમા અમુક દવાના નહ હોવાથી બહારના મેડીકલ સ્ટોરમાંથી દવા લેવા માટે ચિઠ્ઠી લખી આપવામાં આવતી હોય છે. આ દવાઓ બહાર ખુબ જ ઉચી કિંમતમાં મળતી હોય છે જેના લીધે ગરીબ દર્દીઓ તેને લઇ શકતા નથી અને પાછા ઘરે ફરતા હોય છે. ગતરોજ સેલવાસની સિવિલ હોસ્પીટલમાંથી દર્દીઓ અને તેના સગાંસંબધી આ હોસ્પીટલના દવા વિભાગની બહાર જેટલી મળે એટલી દવા લેવા લાઈન લગાવીને ઉભેલા દ્રશ્યો સામે આવ્યા હતા.