અમીરગઢ: જ્ઞાનનો દીપકની જ્યોત મંજિલ સુધીની સફર ખેડવામાં પ્રકાશ પૂરો પાડશે. ગતરોજ બનાસકાંઠા જિલ્લાના દાંતાના કોંગ્રેસના ધારાસભ્યશ્રી કાંતિભાઈ ખરાડી દ્વારા અમીરગઢ વિરમપુરમાં આદિવાસી યુવાનોનો સારી રીતે અભ્યાસ થઈ શકે અને હાઈટેક લાઇબ્રેરી જેવી સુવિધા મળી રહે તે માટે એક લાઈબ્રેરીનું ઉદ્ઘાટન કર્યું હતું.

DECISION NEWS ને મળેલી માહિતી મુજબ ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી દ્વારા અમીરગઢના વિરમપુરમાં લાઇબ્રેરીનું ઉદ્ગાટન કરી વિદ્યાર્થીઓ માટે જ્ઞાનની જ્યોત જલાવી છે. તેમનું કહેવું છે કે આ લાઈબ્રેરી થી આહીના આદિવાસી વિસ્તારમાં અભ્યાસમાં આગળ વધવા માંગતા વિદ્યાર્થીઓને નવું સાહસ મળશે.વિરમપુર અને અમીરગઢ યુવાનોનો સારી રીતે અભ્યાસ થઈ શકે એવી અહી સુવિધા મળી ઉપલબ્ધ બનાવવામાં આવશે. જેનો સ્પર્ધાત્મક તૈયારી કરતા સ્થાનિક યુવાનો પણ લાભ લઇ શકશે. ગાંધીનગર, અમદાવાદ, પાલનપુર,પાટણ જેવા મોટા શહેરો જઇ શકતા નથી. તેની લાઈબ્રેરી ફી, PG- હોસ્ટેલમાં રહેવા-જમવા માટે આર્થિક સુવિધા નથી. માટે દાંતા-અમીરગઢના ગરીબ મધ્યમવર્ગના વિદ્યાર્થીઓ માટે શહેરના સુવીધા મળે તેવી અત્યાધુનિક સુવિધા સાથે આપણા ઘર નજીક જ વિરમપુર ખાતે લાઇબ્રેરી બનાવવામાં આવી છે.

અમીરગઢના ઉજ્જવળ ભવિષ્ય માટે તૈયારી ઉદ્ઘાટન કરાયેલ લાઈબ્રેરી પ્રસંગે ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, શંકરભાઈ, માણસા, પબુભાઈ અંગારી, રફીકભાઈ શેખ, ભગાભાઇ ખરાડી પૂર્વ તાલુકા પંચાયતના સભ્યો સરપંચો, ગામના પંચો આગેવાનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા