ગરૂડેશ્વર: આજે ગરુડેશ્વર તાલુકામાં એપીએમસી ખાતે ICDS વિભાગ દ્વારા ગરૂડેશ્વર તાલુકાની આંગણવાડી કાર્યકરો બહેનોને બાળકોની કાળજી અને રક્ષણની જરૂરિયાત ધરાવતા અને કાયદાના સંપર્કમાં તેમજ સંઘર્ષમાં આવેલ બાળકોની કાયદા અને યોજનાઓ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

Decision News ને મળેલી માહિતી મુજબ આ કાર્યક્રમમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા જાતીય શોષણ સામે બાળકોનું રક્ષણ કાયદો- 2012 જુવેનાઇલ જસ્ટીસ એક્ટ -૨૦૧૫ તેમજ બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006 અંગે કાર્યકરોને જાણકારી આપવામાં આવી હતી અને આવા કિસ્સાન સંજોગોમાં બાળકોને કઈ રીતે રક્ષણ આપી શકાય તે અંગે વિસ્તૃતમાં સમજ પૂરી પાડવા આવી હતી. જિલ્લા સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા કચેરીની બાળકોને લગતી વિવિધ યોજનાઓ માહિતી આપવામાં આવી હતી જેમાં ગ્રામ્ય તેમજ તાલુકા કક્ષાએ બાળ અધિકારોનુ હનન ન થાય તે સુનિશ્ચિત કરવા અંગે બાળ સુરક્ષા સમિતીનો રોલ અને જવાબદારીઓ અંગે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી, ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતિની બેઠક ગ્રામ્ય કક્ષાએ નિયમિત કરવામાં આવે અને બાળકોને યોજનાકીય લાભ વધુને વધુ મેળવે તેમજ ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ બાળકને લગતી યોજનાઓનો અને કાયદાઓનો અમલીકરણ વધુ સારી રીતે થાય તે વધુ સારી રીતે થાય તેવા સુચારુ સલાહ સૂચનો આપ્યા હતા.

કાર્યક્રમમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી ચેતનભાઇ પરમાર, આઈ.સી.ડી.એસ. વિભાગના તાલુકા બાળ વિકાસ અધિકારી શ્રીમતિ અસ્મિતાબેન ચૌધરી, તેમજ આઉટ રીચ વર્કર મહેન્દ્રભાઇ વસાવા, મુખ્ય સેવિકા શ્રીમતી કૌશલ્યાબેન તડવી સહિત ૧૩૨ જેટલી આંગણવાડી કાર્યકરો બહેનો ઉપસ્થિત રહ્યા હતા.