વાંસદા: ગતરોજ રાત્રીના સમયે વાંસદા તાલુકાના વાંસદા- ધરમપુર હાઈવે પર આવેલા રાણી ફળીયા પાસે એક યુવાનને આઈસર ટેમ્પો ઉડાડી ગયાના હોવાના કારણે યુવાન લઇ લોહી લુહાણ અવસ્થામાં રોડ પર પડી રહેવાના દ્રશ્યો સામે આવ્યા હતા.
Decision News ને મળેલી માહિતી મુજબ વાંસદા તાલુકાના વાંસદા- ધરમપુર હાઈવે પર આવેલા રાણી ફળીયા પાસે એક યુવાન એકટીવા પર આવી રહ્યો હતો ત્યારે એક આઈસર ટેમ્પો તેને ટક્કર મારીને ભાગી ગયો હતો. આ અકસ્માતમાં યુવાન લોહી લુહાણ અવસ્થામાં રોડ પર પડ્યો હતો તે ખુબ જ ગંભીર ઘાયલ થયો હતો. અકસ્માતની જાણ થતાં જ ઘટના સ્થળ લોકોની ભીડ એકઠી થઇ ગઈ હતી અને 108ની મદદથી તેને વાંસદા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
આ અકસ્માતમાં ગંભીર સ્થિતિમાં ઘાયલ થયેલો યુવાન કોણ છે તેની માહિતી પ્રાપ્ત થઇ નથી. રાની ફળિયાના ગામના સરપંચ બાબુભાઈએ આ યુવાનના સગાં સંબધીની શોધખોળનો પ્રયાસ હાથ ધર્યો છે. હાલ આ વ્યક્તિ કોટેજ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જો કોઈ ઓળખતા હોય તે વાંસદા પોલીસ સ્ટેશનના (02630222333) જાણ કરવા અપીલ કરવામાં આવી છે.
નોંધ: અકસ્માતમાં ઘવાયેલો યુવાન અજાણ્યો છે એટલે ન્યુઝના ફોટોગ્રાફ્સમાં ચેહરો સાફ રાખવામાં આવ્યો છે જેથી યુવાનના સગાં સંબધી વાંસદા પોલીસને સંપર્ક કરી શકે. આ સિવાય યુવાન કે તેના પરિવારને બદનામ કરવાનો Decision News નો કોઈ ઈરાદો નથી.

