વાંસદા: ચોમાસાની શરૂવાત થી જ આકસ્મિક ઘટનાનું પ્રમાણ વધ્યું છે ત્યાર ગતરોજ વાંસદા તાલુકાના ઉમરકુઈ ગામના પટેલ ફળિયામાં આવેલા તળાવમાં 15 વર્ષીય વિદ્યાર્થી નાહવા જતા આકસ્મિક પગ લપસી ગયો અને તળાવમાં ડૂબી જતા મોત થયાની બનાવ બનવા પામ્યો છે.
Decision News ને મળેલી જાણકારી પ્રમાણે વાંસદાના ઉમરકુઈ ગામના ચિકાર ફળિયામાં રહેતો અને અભ્યાસ કરતો સુમિતકુમાર વિજયભાઈ પટેલ પટેલ ફળિયામાં આવેલા તળાવના કિનારે બપોર ના સમયમાં લગભગ 12.30 વાગ્યા બાજુ નાહવા ગયો હતો. પણ સંજોગો વસાત તેનો પગ લપસી જતા તે તળાવના ઊંડા પાણીમાં જતો રહ્યો અને તેમાં તે ડૂબી જવાથી મૃત્યુ પામ્યો હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.
આ આક્સ્મિક ઘટનાની જાણ થતા જ તળાવ પાસે લોકોની ભીડ જમા થઇ ગઈ હતી અને સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. વાંસદા પોલીસને આ ઘટની જાણ વિદ્યાર્થીના પિતા વિજય પટેલ દ્વારા કરવામાં આવી હતી. પોલીસે આકસ્મિક ઘટનાનો ગુનો નોધે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

