વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાનું ગૌરવ અને ગુજરાત બ્લાઇન્ડ ક્રિકેટ એસોસિયેશન તરફથી એક માત્ર નિમણુંક પામેલ એવા નરેશ તુમડા જે હાલ વિશ્વકક્ષાએ ઇંગ્લેન્ડ ખાતે વર્લ્ડ કપ ક્રિકેટ મેચ રમવા જઈ રહ્યા છે તેને પ્રોત્સાહન મળે અને આદિવાસી સમાજનું નામ રોશન કરે એવા ઉદ્દેશ સાથે તેમના ઘરની મુલાકાત લઇ ભારતીય જનતા પાર્ટી વાંસદા મંડળ વતી સન્માન રાશીની ભેટ આપવામાં આવી હતી.

Decision News સાથે વાત કરતાં નવસારી જિલ્લાના યુવા મોરચાના ઉપપ્રમુખ ડો. વિશાલ પટેલ જણાવે છે કે તમામ વાંસદા ભાજપના કાર્યકર્તાઓ દ્વારા આદિવાસીનું ગૌરવ એવા બ્લાઇન્ડ ક્રિકેટર નરેશ તુંમડાની મુલાકાત લઇ વિશ્વ કપ જીતે અને ભારત દેશનું નામ રોશન કરે એવી તમામ કાર્યકર્તાઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી

નરેશ તુમડાની મુલાકાત પ્રસંગે વાંસદા તાલુકા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ મુકેશભાઈ પટેલ, વાંસદા તાલુકાના કારોબારી સભ્ય રસિકભાઈ ટાંક, નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના ઉપ પ્રમુખ ડો.વિશાલ પટેલ, શાસક પક્ષનેતા બીપીન માંહલા, તાલુકા સભ્ય માધુભાઈ પટેલ, વાસદા તાલુકા પંચાયત સભ્યશ્રી તરુણભાઈ ગાંવિત, વગેરે અન્ય કાર્યકર્તા મહેન્દ્રભાઈ ભોઈ, વિનુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા