માંગરોળ: સુરત જિલ્લાના આદિવાસી બાહુલ્ય ધરાવતા માંગરોળ તાલુકાના સરકારી વિજ્ઞાન કોલેજ, વાંકલમા નાંદરવા દેવની પુજા સરકારી આર્ટસ અને કોમર્સના તથા સાયન્સ આવેલ એમ બંન્ને કોલેજનો તમામ અધ્યાપકો તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામા ભાગ લીધો. પરંપરાગત પહેરવેશ સાથે વાજિંત્રો અને પૂજાની સામગ્રી સાથે કોલેજ કેમ્પસ પૂજા કરવામાં આવી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ આ કાર્યક્રમનો હેતુની વાત કરવામાં આવે તો સંસ્કૃતિ રૂઠીપરંપરા અને રીતરિવાજો ઉજાગર કરીને ભાવિ પેઢીનું દાયિત્વની કમાન સંભાળની હોય 95 ટકા જેટલા આદિવાસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જે આદિવાસી સમાજનાં પ્રકૃતિ સાથે અમુલ્ય વારસા ઉજાગર કરવામાં માટે કોલેજ કક્ષાએ કોલેજ કેમ્પસમાં નાંદરવા દેવની ઉજવણી કરવામાં આવી હતી. નાંદરવા દેવની પૂજા પ્રકૃતિ અને વરસાદ સાથે સંકળાયેલ છે, જ્યારે પહેલા વરસાદનું આગમન થાય છે અને નવી નવી જાત જાતની ઘાસની અંકુરો ફુટી નીકળે છે સાથે પ્રકૃતિઆ દરમ્યાન લીલોતરીનું ખુબ સુંદર ધારણ કરે છે. જેની ખુશીમાં પ્રકૃતિના નવાં રૂપના વધામણા માટે આદિવાસી સમાજ દ્રારા પારંપરિક વિધિ કરવામાં આવે છે અને પ્રકૃતિનો આભાર માનવામાં આવે છે.

આદિવાસી સમાજ પશુપાલન સાથે સંકળાયેલો છે. પોતાના ઢોરઢાંખર ને પોતાના સભ્યોની જેમ જ રાખે છે એટલે આખાં વર્ષ દરમ્યાન ઢોરઢાંખરનું આરોગ્ય જળવાઈ રહે, ઢોરઢાંખરમાં કોઇ રોગ કે બિમારીના આવે એનાં માટે ખાસ વનસ્પતિઓ જંગલમાંથી લાવીને ઔષધિ બનાવીને ઢોરઢાંખર પર છંટકાવ કરવામાં આવે છે એટલે ઢોરઢાંખરના સારા સ્વાસ્થ્ય માટે નાંદરવા દેવી પુજા કરવામાં આવે છે અને ખેતરોમાં ઊગેલાં નવા ધાન્ય અને પશુધન (ઢોરઢાંખર) માટે પ્રકૃતિને પ્રાર્થના કરવામાં આવે છે.આ દિવસે ગામનાં લોકો ભેગા મળીને ગામમાં ખેતીકામમાં વર્ષ દરમિયાન મંજુરીના દર પણ નક્કી કરે છે.