ડાંગ: ‘છે ગરીબોના કૂબામાં તેલ ટીપુંય દોહ્યલું ને શ્રીમંતોના કબરો પર ઘી ના દીવા થાય છે”  આ પંક્તિ આજે દક્ષીણ ગુજરાતના 95 આદિવાસી વિસ્તારના ડાંગ જિલ્લાના ભાલખેત પ્રાથમિક શાળામાં ભણતાં બાળકોને જોય સાર્થક થતી લાગી હતી.

ઉલ્લેખનીય છે કે સદીઓથી ચાલી આવતી આર્થિક અસમાનતા એ સમાજનું મોટામાં મોટું દૂષણ છે. ઝૂપડામાં વસતા બિચારા દિન દુઃખિયા બાળકોને અન્ન, વસ્ત્ર અને પુસ્તકો જેવી જીવનની પ્રાથમિક જરૂરિયાતો પણ મળતી નથી. ત્યારે આજરોજ ડાંગ જીલ્લામાં એકદમ અંતરિયાળ વિસ્તારમાં આવેલ ભાલખેત પ્રાથમિક શાળામાં પોતાની ફરજ બજાવતી શિક્ષિકા બેન શ્રીમતી દક્ષાબેનનો બાળકો પ્રત્યેનો લાગણીસભર પ્રેમ એ અમારી સમગ્ર ટીમને એક નાનકડી મદદ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરાવ્યું.

શાળામાં ભણતાં મોટાભાગના વિદ્યાર્થીઓ પાસે લેખન સામગ્રી ના હોય તમામ વિદ્યાર્થીઓને લેખન સામગ્રી આપી એમના ચહેરા ઉપર એક ખુશી જોઈ ખરેખર હૃદયમાં સંતોષ થયો. મારી સાથે મારા સાથી મિત્રો કે જે હંમેશા કોઈ પણ સેવા કાર્યમાં અગ્રેસર એવા તરૂણ સર, બીજે સર, ડીટી સર, એચબી સર, ગૌરવ સર, ડૉ. સોનિયાબેન પણ ઉપસ્થિત રહ્યા. દરેક વિદ્યાર્થીઓ પોતાની આર્થિક પરિસ્થિતિ નો વિચાર કર્યા વગર જીવનમાં ખૂબ આગળ વધે એવી શુભેચ્છાઓ પણ પાઠવી.