વાંસદા: પ્રજ્ઞાસૌરભ માધ્યમિક શાળા મનપુરમાં નબળી આર્થિક પરિસ્થિતિ અને જરૂરીયાતમંદ એવા બાળકોને વાંસદા વેદાંશી હોસ્પિટલના ડો.વિનુભાઈ જાદવ તરફથી યુનિફોર્મ બનાવી આપવામાં આવ્યા હતા જેનું વિતરણ આજરોજ શાળામાં ડો.વિનુભાઈના હસ્તે કરવામાં આવ્યું હતું.
Decision News ને મળેલી માહિતી મુજબ માધ્યમિક શાળા મનપુરમાં મોટાભાગના આદિવાસી બાળકો અભ્યાસ કરતાં હોય છે ત્યારે તેમાં કોઈ બાળક આર્થિક દષ્ટિએ પછાત હોવાના કારણે શિક્ષણમાં પાછળ ન રહી જાય અને તેવા ઉદ્દેશ સાથે યુનિફોર્મ વિતરણ પ્રસંગે ડો.વિનુભાઈએ સહુ બાળકોને કોઈપણ પરિસ્થિતિથી પીછેહટ કર્યા વગર પોતાનું લક્ષ્ય હાંસલ કરવા માટે બાળકોને પ્રેરિત કર્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતમાં મનપુર શાળાના આચાર્યશ્રી આર.જે. થોરતે શાળાના બાળકોને પ્રોત્સાહિત કરી જરૂરી સહાય પુરી પાડવા બદલ શાળા પરિવાર અને મંડળવતી ડો.વિનુભાઈ જાદવનો આભાર વ્યક્ત કર્યો હતો.

