વલસાડ: આમ આદમી પાર્ટી વલસાડ દ્વારા દેશના અનુસૂચિત જનજાતિ (આદિવાસીઓ) પર યુનિફોર્મ સિવિલ કોડ મુદ્દે અને ભારતીય લો કમિશનના સભ્ય સચિવને મોકલનાર આવેદનપત્ર વલસાડના અધિક કલેકટરને ગુરુવારે આપવામાં આવ્યું હતું.

Decision News ને મળેલી માહિતી મુજબ આવેદનપત્રમાં UCC કાયદામાંથી આદિવાસી સમાજને બાકાત રાખવાની માગણી કરવામાં આવી છે. UCC લાગુ થવાથી સૌથી વધુ અસર આદિવાસી અને અલ્પસંખ્યક લોકોને થવાની છે. જેમાં આદિવાસીઓના આદિ અનાદિ કાળથી સામાજિક અને ધાર્મિક રીત રિવાજો, પ્રથાઓ, પરંપરાઓ છે, જે નષ્ટ થશે ઉપરાત આદિવાસીઓને મળેલા બંધારણીય અધિકારો પણ નષ્ટ થઈ જશે. ઉપરાત આદિવાસીઓનું અસ્તિત્ત્વ અને સંસ્કૃતિ ખત્મ થઈ જશે. જેથી UCCના કાયદામાંથી આદિવાસી સમાજને બાકાત રાખવાની માગણી કરવામાં આવી છે.

આ પ્રસંગે વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટી વલસાડ જિલ્લાના પ્રમુખ જયેન્દ્ર ગાવીત, ધરમપુર પ્રમુખ કમલેશ પટેલ અને જિલ્લા મહિલા પ્રમુખ કોકિલાબેન ઉપસ્થિત રહ્યા હતા