ડેડીયાપાડા: આદિવાસી સંસ્કૃતિ અન્ય સંસ્કૃતિ અલગ છે ત્યારે આજરોજ ડેડીયાપાડા તાલુકા કક્ષાએ આંજણવાઇ ગામ ખાતે આદિવાસી સમાજના રીતરિવાજ મુજબ ઉજવાતો તહેવાર નિમિત્તે ખાતે માટનીયો દેવની પૂજા અર્ચના વિધિ કરવામાં આવી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ આંજણવાઇ ગામમાં આખા વર્ષ દરમિયાન ભાવ નક્કી કરવામાં આવ્યા છે મજુરીમાં 130 રૂપિયા અને હોલ અને વખર્યા માટે 400 રૂપિયા નક્કી કરવામાં આવ્યા. ગામના આદિવાસી યુવાનો જણાવે છે કે આદિવાસી રીતરિવાજ, ભાષા, બોલી, પહેરવેશ, ખોરાક, સદા માટે ટકાવી રાખવા અને પૂર્વજો દ્વારા આદિવાસી સમાજના લોકો મળેલી વારસાગત પરંપરા સાચવી રાખવી પડશે.

માટનીયો દેવની પૂજા અર્ચના વિધિના કાર્યક્રમ દરમિયાન ગામમાં ખેતીની મજૂરી કેટલી રહેશે અને બળદગાડા તથા નિંદણની મજુરી શું રહશે એ નક્કી કરવામાં આવે છે.