વાંસદા: આજરોજ વાંસદા થી વઘઈ જતાં રસ્તા પર આવેલી આદિવાસી સમાજના પરંપરાગત ભોજનથી લોકોના સ્વાદ ચખાડતી ડાંગી હોટલમાં સવારના 9:13 વાગ્યાની આસપાસની શોર્ટ સર્કિટના લીધે આગ લાગ્યાની ઘટના બનવા પામી હતી.

Decision News ને ઘટના સ્થળ પર જઈ ડાંગી હોટલના સંચાલક ધર્મશભાઈ પરથી જાણવા મળ્યું તે મુજબ આ આગની સવારના સવારના 9:13 વાગ્યાની આસપાસ બની હતી. આ ઘટના ઇલેક્ટ્રોનિક સાધનો જે હતા તેમાં શોર્ટ સર્કિટના કારણે થઇ હતી. આગમાં ઇલેક્ટ્રોનિક સાધનો કમ્પ્યુટર, એસી, ફર્નીચર, વાઈફાઈ બોક્સ, અને અન્ય વસ્તુઓ મળીને લગભગ 5 લાખની સાધન-સંપતિ બળીને ખાખ થઇ ગઈ છે.

હોટલના મહિલા સ્ટાફની સમય સુચકતાના, ગ્રામજનોના મહત્વના સહયોગ અને ફાયર વિભાગના કર્મચારીઓની કુનેહના લીધે આગની ઘટના મોટું સ્વરૂપ પકડે તે પહેલા જ કાબુમાં લઇ લેવાઈ હતી જેના કારણે લાખોનું થતી નુકશાન બચી જવા જવા પામ્યું છે. આ ઘટનામાં કોઈ ગંભીર રીતે ઘાયલ કે જાનહાની થઇ નથી. ઘટનાની જાણ થતાં જ વાંસદાના મામલતદાર, પ્રાંત અધિકારી, ગુજરાત પ્રદેશ મહામંત્રી આદિજાતિ મોર્ચા પિયુષભાઈ પટેલ ભાજપ યુવા મોરચાના પ્રમુખ ડો. વિશાલ પટેલ વગેરે ઘટના સ્થળની મુલાકાત લઇ થયેલા નુકશાનની વિગતો તપાસી હતી.