ડેડિયાપાડા: ‘UCC હટાવો આદિવાસી બચાવો’ ના નારા સાથે ડેડિયાપાડના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ મોટી જનમેદની સાથે રેલી યોજી ડેડિયાપાડા મામલદાર અધિકારીને કચેરીએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.
Decision News ને મળેલી માહિતી મુજબ ડેડિયાપાડામાં યુનિફોર્મ સિવિલ કોડ- UCC ને લઇ ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાની હેઠળ બીરછામુંડા સર્કલ એમની પ્રતિમાને ફુલહાર કરીને ડેડિયાપાડા નગરમાં આદિવાસી સમાજની ખુબ મોટી જનમેદની સાથે ‘UCC હટાવો આદિવાસી બચાવો’ ના નારા નો સુત્રોચાર કરી શિસ્તબદ્ધ રેલી કરી મામલદાર અધિકારીની કચેરીએ પ્રાંત અધિકારીને યુનિફોર્મ સિવિલ કોડમાં આદિવાસી સમાજને ખુબ મોટું નુકશાન થવાનું છે. એવી રજુવાત કરીને આવેદનપત્ર આપ્યું.
ભારતીય જનતા પાર્ટીમાં રહેલા આદિવાસી સમાજના નેતાઓને ડેડિયાપાડના ધારાસભ્ય ચૈતર વસાવા અપીલ કરે છે કે આ કાળા કાયદાને દૂર કરવા માટે સમાજ જોડે આવો.. સાથે મળીને UCC નો વિરોધ કરીએ. આપણા આદિવાસી રીત રિવાજ પરંપરા જાળવી રાખીએ.