ચિખલી: ભ્રષ્ટાચારનું ભોરિંગ ચિખલી તાલુકામાં પણ જોવા મળ્યું છે ચોમાસાની શરૂવાતી વરસાદએ ચિખલી તાલુકાના પ્રધાનપાડા ગામમાં ગરમપાણીના કુંડ તરફ જતાં આવનાર નવા બનાવાયેલા પુલિયામાં કોન્ટ્રાકટર દ્વારા કરાયેલી નબળી ગુણવત્તાવાળી કામગીરીને ખુલ્લી પાડીને મૂકી દીધી છે.

જુઓ વિડીયો..

Decision News દ્વારા પુલિયાનું સ્થળ પર જઈ નિરક્ષણ કર્યું તો જોવા મળ્યું કે પુલિયાના બાંધકામમાં નકરી વેઠ ઉતારવામાં આવી છે. ચોમાસાની શરૂવાત થાય એ પહેલાં કામગીરી પૂર્ણ કરવાની લાહ્યમાં કોન્ટ્રાકટર દ્વારા ગુણવત્તાવિહીન કામગીરી કરવામાં આવી છે. એમ લાગે છે કે રેતી કપચી કે સિમેન્ટ જેવી વસ્તુઓ પૂરતા પ્રમાણમાં આ બાધકામમાં વપરાય નથી જેના લીધે વરસાદના શરૂવાતમાં જ પુલિયાની બંને તરફ કપચી ધોવાઈ ને બહાર નીકળી આવી છે. આ ઉપરાંત પુલિયાની એક સાઇટ તો કપડાના ટુકડા બાધી બંધ કરી દેવામાં આવ્યો છે. વહીવટીતંત્ર પણ કેમ આવા ભ્રષ્ટ કોન્ટ્રાકટરને પસંદ કરે છે એ સમજાતું નથી. કે કોઈ રાજકીય નેતાનો હાથ છે કોન્ટ્રાકટર પર જે આવી વિકાસની બત્તર કામગીરી પછી તેઓએ બચીને નીકળી જતાં હોય છે.