સાપુતારા: ચોમાસાં દરમિયાન અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે ત્યારે સપ્તશ્રૃંગી માતા મંદિર જતા ઘાટમાર્ગમાં મહારાષ્ટ્ર નિગમની એસટી બસ ખીણમાં ખાબકી હતી જેમાં એક મહિલા મુસાફરનું મોત અને 18 મુસાફરો ઘાયલ થયાની ઘટના સામે આવી છે.
Decision News પ્રાપ્ત વિગતો અનુસાર સાપુતારા તરફથી મહારાષ્ટ્રની MH-40-OQ-6269 નંબરની એસટી નિગમની એસટી બસ સપ્તશ્રૃંગી વણીગઢથી ખામગાવ બાજુ જી રાહી હતી ત્યારે બસ ડ્રાઈવરે સપ્તશ્રૃંગી નજીકનાં ગણપતિ ઘાટમાર્ગમાં સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા બસ રોડ સાઈડની ઊંડી ખીણમાં પડી પણ ત્યાંના ઝાડ સાથે અથડાઈને અટકી જતા ગંભીર અકસ્માતની ઘટના બનવા પામી હતી.
22 મુસાફરો થી ભરેલી આ બસના અકસ્માતની ઘટના 6:30 વાગ્યાની આસપાસ બની હોવાનું જણાયું છે. જેમાં 1 મહિલાનું મોત થયું છે અને 18 લોકોને નાની મોટી ઈજા થવા પામી છે. આ ઘટના દરમિયાન લોકોની ચીચયારી સાંભળી નાંદુરીનાં ગ્રામજનો તથા સપ્તશ્રૃંગી ગઢનાં ગ્રામજનોને તાત્કાલિક મદદે પહોંચી ગયા અને બસમાં ફસાયેલ મુસાફરોના બચાવની કામગીરી કરી અમે ઘાયલ થયેલા મુસાફરોને વણી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.