ચીખલી: ગતરોજ જિલ્લા પંચાયત નવસારીના સંચાલન હેઠળ ચાલુ શૈક્ષણિક વર્ષ 2023-2024માં સ્નેહા 3.0 પ્રોજેક્ટ અંતર્ગત સક્ષમ યુવિકા કાર્યક્રમ જિલ્લા પંચાયત નવસારી સંચાલિત કુલ 212 સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ- 8 માં અભ્યાસ કરતી કન્યાઓ માટે અમલમાં મુકવામાં આવ્યો છે. જેને લઈને માંડવખડક પ્રાથમિક શાળામાં કાર્યક્રમ યોજાયો હતો.

Decision News ને મળેલી વિગતો આ પ્રોજેક્ટનું નવસારી જીલ્લાની દરેક શાળામાં ઉદઘાટન કરવામાં આવ્યું તે પૈકી ચીખલી તાલુકા માંડવખડક પ્રાથમિક શાળામાં યોજાયો હતો. ધોરણ -8 માં અભ્યાસ કરતી કન્યાઓના આરોગ્યની ચકાસણી, સેલ્ફ ડિફેન્સ, યોગા, સ્વચ્છતા, મહિલા વિશેની યોજનાઓની જિલ્લા પંચાયતની વિવિધ શાખાઓ દ્વારા તાલીમ આપવામાં આવશે. આ પ્રોજેક્ટમાં કુલ 60 સેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ કાર્યક્રમમાં ગામના સરપંચશ્રી વલ્લભભાઇ ચૌધરી, ગામના PHCના મુખ્ય ચિકિત્સક ચંદ્રકાંતભાઈ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય એસ. કે પટેલ, ગ્રામ પંચાયત સભ્યો અને આરોગ્ય કર્મચારીઓ, બાળકોના વાલીઓ, પ્રાથમિક શાળાના શિક્ષકો, અને વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહીને સ્નેહા 3.0 પ્રોજેક્ટ અંતર્ગત સક્ષમ યુવિકા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.