વાપી: પત્રકારત્વને લાંછન લગાડનાર વાપીના કહેવાતા પત્રકાર ક્રિષ્ના ઝા, સોનીયા ઉર્ફે સંધ્યા ચૌહાણ અને સેમ શર્મા વિરુદ્ધ વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોતપોતાના ફોન બંધ કરીને ઘરેથી ફરાર થઇ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. છે.
Decision News ને મળેલી જાણકારી પ્રમાણે આ લેભાગું પત્રકારોની ગેંગની બે મહિલા અને પુરૂષ દ્વારા બીજા વ્યક્તિઓ પાસે પણ ધમકાવી રૂપિયા પડાવ્યા હોવા જોઈએ એમ વિચારી વાપી પોલીસ દ્વારા આ ગેંગથી ત્રાહિત થયેલા લોકો ખૂલીને સામે આવે અને તેમના વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરવા અપીલ કરાઈ છે. ત્યારે ઉમરગામના તબીબ પર પણ વાપી ચારરસ્તા પાસે આવેલા ગોવિંદા કોમ્પ્લેક્ષ પાસે મીડિયા ચેરિટેબલ ટ્રસ્ટની ઓફિસમાં તેઓને 1.80 લાખ લીધા હોવાનું સામે આવ્યું છે.
વાપીમાં લોક ચર્ચા છે કે આ લબાડ પત્રકારોએ સ્પા સંચાલકે ફરિયાદને લઈને આગોતરા જામીન માટે અરજીની તૈયારી કરી લીધી હતી પણ હવે આ ઉમરગામના તબીબે ફરિયાદ કરતાં તેઓને આગોતરા જામીન નહિ મળે એવો અહેસાસ થતાં તેઓ ફરાર થઇ ગયા છે.