આહવા: ડાંગ જિલ્લાના સુબીર તાલુકાની સરકારી માધ્યમિક શાળા, પીપલાઈદેવી ખાતે તા. 11 જુલાઈ ના રોજ “વિશ્વ વસ્તી દિવસ”ની ઉજવણી કરાઇ હતી. આ દિન નિમિત્તે વિદ્યાર્થીઓએ ગામના લોકોમાં જાગૃતિ લાવવા માટે રેલી યોજી કરવામા આવી હતી.
“વિશ્વ વસ્તી દિવસ”ની ઉજવણી પ્રસંગે શાળામાં નિબંધ તેમજ ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. સ્પર્ધામા 35 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે શિક્ષકશ્રી રાહુલભાઈ ગામિત દ્નારા વધતી વસતીના ગેરફાયદા વિશે વિસ્તૃત માહિતી આપી, વસ્તી વધવાથી ગરીબી, બેકારી, બેરોજગારી વગેરે સમસ્યાઓનુ સર્જન થાય છે તેમજ વસ્તી અટકાવવા માટેના પગલાં, ઉપાયોની સમજુતી આપવામા આવી હતી.
શાળાના આચાર્યશ્રી એસ.એસ.ભોયે સ્પર્ધા યોજનાર આયોજક અને ભાગ લેનાર તથા વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરી અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમનુ સંચાલન શ્રીમતિ સ્મિતાબેન ચૌધરી, પટેલ ફાલ્ગુનીબેન અને રાહુલભાઇ ટી. ગામીત દ્વારા કરવામાં આવ્યુ હતુ.