દાનહ: એક તરફ વરસાદ અને બીજી તરફ તંત્રની માનવતાને શરમાવે તેવી નિર્દયી વિકાસની નીતિ.. ગતરોજ દાનહના ખરડપાડા ગામમાં સ્થાનિક પ્રશાસને જમીન સંપાદનને લઈને વૃદ્ધ આદિવાસીના નજર સામે જ પોલીસ પ્રોટેક્શન સાથે તંત્રએ ઘર ઉપર બુલડોઝર ફેરવી નિર્દયી વિકાસની વિકરાળતા દર્શાવતી ઘટના સામે આવી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ વર્તમાનમાં વરસાદની સીઝન ચાલી રહી છે ત્યારે દાનહના ખરડપાડા ગામમાં સરકારી તંત્ર ગરીબ લાચાર આદિવાસીઓના ઘરના ડિમોલીશનનું કામગીરી કરી રહ્યું છે. સ્થાનિક મામલતદારે મંગળવાર સુધીનો સમય આ આદિવાસી પરિવારને આપ્યો હતો પણ સ્થાનિકોનું કહેવું છે કે અમને દિવાળી સુધીનો સમય આપો હાલમાં વરસાદ છે અમે વરસતા વરસાદમાં ક્યાં જઈશું પણ મામલતદારને તો આદિવાસીઓના જીવનના ભોગે પણ વિકાસ કરવો છે એટલે એણે તો એની મનમાની પ્રમાણે ઘર પર બુલડોઝ ફેરવી દીધું.

આદિવાસી પરિવારના સભ્યોએ વિરોધ કર્યો અને કહ્યું કે અમને જમીન સંપાદનને લઈને કોઈ પણ જાતનું વળતર મળ્યું નથી. આ ગામના ઘરોના ડિમોલિશન લઈને આદિવાસી એકતા પરિષદે સમય મર્યાદા વધારવા કલેક્ટરને આવેદન પત્ર આપ્યુ હતુ.પણ શું થાય..ડિમોલિશનના કારણે સ્થાનિક આદિવાસીઓમાં આક્રોશ છે અને સ્થાનિક સુમનભાઇ પટેલે વિરોધ નોંધાવ્યો હોવાનું જાણવા મળ્યું છે.