ટાટા સ્ટીલ ફાઉન્ડેશન દ્વારા આયજિત ટ્રાઈબલ લીડર શિપ પ્રોગ્રામ પંચગીનીના આઇ ઓફ સી (ઇનીસીએટિવ ઓફ ચેન્જસ) સેન્ટર, જેમાં દેશના 25 અલગ રાજ્યો માંથી 50 થી વધુ અલગઅલગ પ્રાંતના 97 ટ્રાઈબલ લીડર લોકો એ ભાગ લીધો હતો.

જુઓ વિડિઓ…

Decision News ને મળેલી માહિતી મુજબ આદિવાસી સમાજ ના આ યુવા લિડરોને આદિવાસી સમાજના મૂળભૂત અધિકારો, સહિત અન્ય રાજ્યો માં આદિવાસીઓ ની પરિસ્થિતિ, સહિત તેમની રહેણી કરણી,સંસ્કૃતિ, સભ્યતા, પહેરવેશ, અને સાથે સાથે સમગ્ર દેશ ના આદિવાસી એક બીજા ને ઓળખ ની આપલે થાય, અને નવા યુવા લીડર નેતૃત્વ કરે. એ હેતુ થી TLP પ્રોગ્રામ નું આયોજન છેલા ઘણા વર્ષો થી થતુ આવે છે.

આ પ્રોગ્રામમાં ડાંગ, તાપી, નવસારી, માંડવી (સુરત), દાદરા નગહવેલીનાં 13 જેટલા ટ્રાઈબલ યુવા લિડરોએ ભાગ લીધો હતો. જેમાં આદિવાસી સમાજ ના મિતલ ચૌધરી, ચિરાગ ચૌધરી, તુષાર કામડી, હિતેન પટેલ, લાલુ વસાવા, રિતેશ પટેલ, નિખિલ ચૌધરી, ભોવાન રાઠોડ, દિવ્યા પટેલ જેવા યુવાનો એ ભાગ લઈ આવનાર સમય માં સમાજ ને ઉપયોગી બને જે હેતુ સાર્થક કરવા સક્ષમ તાલીમ લીધી.