વાંસદા: આદિવાસીઓના દરેક તહેવાર ખેતીકામ આધારિત હોય છે. વાવણીથી કરીને કાપણી સુધી આદિવાસીઓના તહેવારો તારીખ તિથિ પંચાંગ આધારિત નથી હોતા, જ્યારે જ્યારે પ્રકૃતિ પોતાનું રુપ બદલે છે ત્યારે આદિવાસી સમાજ પોતાનો ઉત્સવ તહેવાર ઉજવે છે. આ આદિવાસી સમાજમાં તેરાની હવાનનું અનોખું મહત્વ છે. ત્યારે વાંસદા ગામના પાટા ફળિયા ખાતે તેરાની હવાન કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે નાંદરવા દેવની પૂજા પ્રકૃતિ અને વરસાદ સાથે સંકળાયેલ છે. જયારે પહેલાં વરસાદનું આગમન થાય છે અને પ્રકૃતિ આ દરમ્યાન લીલોતરી ધારણ કરે છે. જેની ખુશીમાં પ્રકૃતિના આ નવા રુપના વધામણા માટે આદિવાસી સમાજ દ્વારા પારંપરિક વિધિ કરવામાં આવે છે. અને પ્રકૃતિનો આભાર માનવામાં આવે છે. સમાજ પશુપાલન સાથે સંકળાયેલો‌ છે અને પોતાના ઢોરઢાંખરને પરિવારના સભ્યોની જેમ જ રાખે છે. એટલે આખાં વર્ષ દરમિયાન ઢોરઢાંખરનું આરોગ્ય જળવાઈ રહે, કોઈ રોગ કે બીમારી ન આવે તે માટે જંગલમાંથી વનસ્પતિઓ લાવીને ઔષધિ બનાવીને ઢોરઢાંખર પર છંટકાવ કરવામાં આવે છે. ખેતરોમાં ઊગેલા નવા ધાન્ય અને પશુધન (ઢોરઢાંખર) માટે પ્રકૃતિને પ્રાર્થના કરવામાં આવે છે. ભેગા મળીને ગામમાં ખેતીકામમાં મજૂરીના દર નક્કી કરાય છે.

આ હવાન પ્રસંગે છગન ભગત માજી ગ્રામ પંચાયત સભ્ય સુનિલભાઈ ગણપતભાઇ દિલીપભાઈ રમેશભાઈ નરેશભાઈ બાબુભાઈ પપ્પુભાઈ પ્રફૂલભાઈ વિકેશભાઈ કમલેશભાઈ હેમંતભાઈ છગનભાઈ સુરેન્દ્રભાઈ અરવિંદભાઈ પ્રેમલભાઈ નયનેશભાઇ વગેરે તથા ફળિયાના માણસો હાજર રહ્યાં હતાં.