ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકાના વિરવલ ગામની સાર્વજનિક માધ્યમિક શાળા ધોરણ 9 થી 12 સુધીમાં 225 આદિવાસી બાળકો વરસાદના ટપકતા પાણીમાં અને દીવાલો પડી જવાની તૈયારીમાં એવા ભયના માહોલમાં ભણવા માટે મજબૂર હોવાના ચોકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે.

જુઓ વિડીયો..

કલ્પેશ પટેલ જણાવે છે કે ‘ભણશે ગુજરાત, બોલશે ગુજરાત’એ સરકારનું સૂત્ર આદિવાસી વિસ્તારમાં ચરિતાર્થ થતું નથી. વિરવલ વિભાગ કેળવણી મંડળ સંચાલિત આ શાળા બાબતે સ્થાનિક વાલીઓની ફરિયાદના આધારે મુલાકાત લેવાનું થયું. આશરે 225 આદિવાસી બાળકોની હાલત જોઈ તો આ હાલતમાં અમારા બાળકો કઈ રીતે ભણ છે આ બાબતે ત્યાં હાજર ત્યાં સ્કૂલના શિક્ષિકા મનીષા બેન દ્વારા સાચી માહિતી આપવાને બદલે અમને ગુમરાહ કરવાની વાત કરે છે. અમારા બાળકોના શિક્ષણનો પ્રશ્ન હોય જેથી એમાં સેજ પણ તમારી દલીલો ચલાવી લેવામાં આવશે નહીં પછી એ કોઈ પણ હોય.

તેમણે વધુમાં જણાવ્યું કે આગામી દિવસ માં અમારા આદિવાસી બાળકો ના શિક્ષણ અને શાળાની વૈકલ્પિક સુવિધા ન કરવામાં આવી તો આંદોલન કરી છું જેની આ સ્કૂલના વહીવટ તંત્રએ નોંધ લેવી રહી.