પ્રતીકાત્મક ફોટોગ્રાફ્સ

લસાડ: મિડ ડે મિલ સ્કીમ હેઠળ જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને તાલુકા એમ.ડી.એમ સુપરવાઈઝરની પોસ્ટ માટે ઉમેદવારો પાસે વલસાડમાં જિલ્લામાં અરજીઓ મંગાવાઇ છે. આ માટેની નોટિફિકેશન 11 જુલાઇના રોજ એટલે કે આજે બહાર પાડવામાં આવી છે અને અરજી કરવાની અંતિમ તારીખ 21 જુલાઇ 2023 છે.

આ ભરતીની પસંદગી પ્રક્રિયા જોઈએ તો PM પોષણ યોજના અંતર્ગત ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. આ માટે ઉમેદવારોએ ઓફલાઇન ફોર્મ ભરવાનું રહેશે. આ ભરતીમાં ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે. પગાર ધોરણની વાત કરીએ તો જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર- 10,000 રૂપિયા તાલુકા એમ.ડી.એમ સુપરવાઈઝર-15,000 રૂપિયા રહશે.

લાયકાત અને ખાલી જગ્યાઓ વિષે જાણવા મળ્યું છે કે આ બંને પોસ્ટ માટે અલગ અલગ લાયકાત હોવી જરૂરી છે જેની માહિતી અહીં નીચે આપેલી નોટિફિકેશનમાં તમે જોઇ શકો છો. આ ભરતીમાં જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટરની 01 તથા તાલુકા એમ.ડી.એમ સુપરવાઈઝરની 05 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે

આ જગ્યાઓ માટે તમારે અરજી ફોર્મ રૂબરૂ જઈ મેળવવાનું રહેશે. અરજી ફોર્મ મેળવવાનું સ્થળ પી.એમ.પોષણ યોજના, કલેકટર કચેરી, વલસાડ છે. આ ફોર્મ ભરી તથા સાથે જરૂરી પ્રમાણપત્રો જોડી આ જ સરનામાં ઉપર ફરીથી રૂબરૂ જઈ અથવા RPAD અથવા સ્પીડ પોસ્ટના માધ્યમથી મોકલવાનું રહેશે.