વલસાડ: આજરોજ એક અવાજ એક – મોર્ચા તેમજ આદિવાસી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં વલસાડ કલેકટર કચેરી ખાતે એકત્રિત થયા હતા. અને વલસાડ જીલ્લામાં થયેલા પોન્ઝી અને ચિટફંડ કંપનીઓએ અસંખ્ય નાગરિકોની લુંટ કરી છે આ બાબતે રોમેલ સુતરિયા આદિવાસી આગેવાન એડ. જીમી પટેલ તેમજ પીડિત પરિવારો એ વલસાડ કલેકટરની મુલાકાત કરી‌ હતી.

પોન્ઝી અને ચિટફંડ કંપનીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી મજબૂત બનાવવા હેતુ રજુઆત કરવામાં આવ્યો. કલેકટર સાથે થયેલી વાતચીતમાં જીલ્લા કલેકટર તૈયારીના ભાગરૂપે પોલીસ અધિક્ષક સાથે વાતચીત કરી જરૂરી ઊતર આપ્યા હતા. આમ આવનાર દિવસોમાં કલેકટર શ્રી વલસાડ તેમજ પોલીસ અધિક્ષક શ્રી વલસાડ સાથે બેઠકનું આયોજન કરી વિવિધ કંપનીઓના રોકાણકારોની વિગતો સંગઠન દ્વારા એકત્ર કરી છે તે તેમજ અન્ય રજૂ કરી કાયદેસરની કાર્યવાહી કરી કૌભાંડીઓને જેલ ભેગા કરવા લડત ચલાવવામા આવશે. સાથે જ જીલ્લા કલેકટર દ્વારા સકારાત્મક અભિગમ સાથે સંવાદ કરવામાં આવ્યો છે. આવનાર દિવસોમાં પણ આ જ રીતે સકારાત્મક અભિગમ થી જીલ્લા પ્રશાસનનો સહકાર મળશે તેમ રોમેલ સુતરિયા એ જણાવ્યું હતું અને સાથે જ કહ્યું હતું કે જે નાગરિકોના નાણાં આ કંપનીઓ લુંટી ગયા છે તે નાગરિકો પોલીસ ફરિયાદ કરવા પોલીસ વિભાગનો તેમજ માર્ગદર્શન માટે એક આવાજ એક મોર્ચાના કાર્યકર મિત્રોનો સંપર્ક કરી શકે છે.

આજની મુલાકાત દરમિયાન એક અવાજ એક મોર્ચા દ્વારા કલેકટર વલસાડ મારફત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ને પત્ર પાઠવવામાં આવ્યો છે. જેમાં એક અવાજ એક મોર્ચા દ્વારા સમગ્ર ગુજરાતમાં થયેલા પોન્ઝી ચિટફંડ ના કૌભાંડ બાબતે SIT ની રચના કરવા તેમજ ગુજરાત સરકારને પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળ કોરપસ ફંડની જાહેરાત કરી નાના રોકાણકારોને તત્કાલ ન્યાય આપવાની માંગણી કરવામાં આવી છે. હવે જોવાનું રહ્યું કે જીલ્લા પ્રશાસન તેમજ સરકાર વિવિધ કંપનીઓના પીડિત નાગરિકોને કેટલો ઝડપી ન્યાય આપે છે કે વલસાડ જીલ્લામાં આંદોલનના એંધાણ વર્તાઈ રહ્યાં છે.