ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકામાં મામલતદાર જંગલ જમીનમાં આદિવાસી ખેડૂતોના કબજા બાબતે આપેલ નોટિસના વિરોધમાં વાંધો રજૂ કરવામાં આવ્યો હતો અને ખેડૂતને માનસિક કે અન્ય કોઈપણ પ્રકારે હેરાન n કરવાની રજુવાત કરાઈ હતી.

જુઓ વિડીયો..

Decision News ને પ્રાપ્ત થયેલી માહિતી મુજબ ખેડૂતો જણાવે છે કે છેલ્લી 3 પેઢી થી અમેં અમારી આજીવિકા પુરતી ખેતી કરી જીવી રહ્યા છે. આ જંગલ જમીન સિવાય અમારા ખેડૂતો પાસે બીજી કોઈ જગ્યા નથી આ જગ્યામાં ફક્ત ખેતી કરીને ગુજરાન ચલાવીએ છીએ. જો અમને આવી જ રીતે વાંરવારની જેમ હવે પછી કોઈપણ પ્રકારે હેરાન કે માનસિક રીતે ત્રાસ આપવામાં આવશે તો અમે ખેડૂતો સામુહિક આત્મવિલોપન કરી લેશું જેની લેખિત રજુવાત અમે કરીએ છીએ.

લેખિતમાં મામલતદારને રજુવાત પ્રસંગે ધરમપુર તાલુકા અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ ગામના ઉપસરપંચશ્રી વિલિયમભાઈ સભ્ય મહેન્દ્રભાઈ ગામના આગેવાનો, અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.