ડેડિયાપાડા: યુનિફોર્મ સિવિલ કોડ UCC ને લઇ ને આદિવાસી સમાજમાં વિરોધ અને રોષ જોવા મળી રહ્યો છે ત્યારે AAP ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને રાષ્ટ્રીય મહાસચિવ ડો. સંદિપ પાઠક સાથે ધારાસભ્ય ચૈતર વસાવા અને ગુજરાતના આમ આદમી પાર્ટીના આદિવાસી આગેવાનોની દિલ્હી ખાતે મહત્વની બેઠક મળી છે.
આ બેઠકમાં થયેલી ચર્ચા દરમિયાન આ નિર્ણય લેવાયાનું Decision News ને જાણવા મળ્યું છે કે અરવિંદ કેજરીવાલ અને ડો.સંદિપ પાઠક દ્વારા સ્પષ્ટતા કરવામાં આવેલ છે. યુનિફોર્મ સિવિલ કોડમાં આદિવાસી સમાજને નુકશાન થવાનું હોય આદિવાસી સમાજ ને UCC માંથી બાકાત રાખવાની માંગણી સાથે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી દ્વારા દેશના દરેક રાજ્યોમાં મોટા પાયે વિરોધ નોંધાવવામાં આવશે. આ બાબતે આમ આદમી પાર્ટી આદિવાસી સમાજ સાથે છે.
UCC ના વિરોધના ભાગરૂપે દેશના માન. રાષ્ટ્રપતિશ્રીને સંબોધીને ગુજરાતના તાલુકા/જિલ્લા કક્ષાએથી તા.13/07/2023 ના ગુરુવારના રોજ મોટી સંખ્યામાં ભેગા મળી આવેદનપત્ર આપવાનું નક્કી કરવામાં આવેલ છે. જેની સૌ આગેવાનોએ નોંધ લેવા નમ્ર અપીલ છે.

