ઉમરપાડા: ગતરોજ ભીલ પ્રદેશ મુક્તિ મોર્ચા સંગઠનના સુરત જિલ્લા સંયોજક પ્રભુ ભાઈ વસાવાના નેતૃત્વમાં ઉમરપાડા તાલુકા કક્ષાએ મામલતદાર કચેરી ઉમરપાડા ખાતે સ્થાનિક યુવાઓએ UCC સમાન સિવિલ કોડના વિરુદ્ધમાં આવેદનત્ર આપ્યું હતું.
Decision News ને મળેલી માહિતી મુજબ ઉમરપાડા તાલુકાના આદિવાસી સમાજના સગાજનો દ્વારા એક આવેદનપત્ર કેન્દ્ર સરકારના UCC કાયદા વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ઉમરપાડા તાલુકાના આદિવાસી સમાજ દ્વારા કેન્દ્ર સરકારના યુનિફોર્મ સિવિલ કોડને અસહમતી દર્શાવવામાં આવી છે.
આ આવેદનપત્ર આપવા પ્રસંગે સુભાસભાઈ, સેમ્યુઅલભાઈ, અખિલભાઇ, રતનસિહ સી, પંકજકુમાર ડી, અરવિનભાઈ, અશ્વિનભાઈ કોકીલાબેન, સવિતાબેન, સોમભાઇ, જયંતિભાઈ, સોમભાઇ, ચંદુભાઈ, પંકજભાઇ, આકાશભાઇ, કૌશિકભાઇ જેવા સ્થાનિક સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

