નાંદોદ: ભાજપ સરકાર દ્વારા તાજેતરમા દેશમાં UCC સમાન સિવિલ કોડ ધારો લગાવવાનું કહી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રભારી, રાષ્ટ્રીય મહામંત્રી અને રાજ્યસભાના સાંસદ સંદિપ પાઠક દ્વારા આ યુનિફોર્મ સિવિલ કોડ બિલને સૈધ્ધાંતિક સમર્થન આપેલ છે. જેથી આમ આદમી પાર્ટીના હોદેદાર અને નાંદોદ વિધાનસભા ચૂંટણી લડીનાર ડો.પ્રફુલ વસાવાએ કેજરીવાલને લેખિત રાજીનામું પત્ર લખીને પોતે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે.

જુઓ વિડિઓ…

ડો.પ્રફુલ વસાવાએ જણાવ્યું હતું કે, આ કોડનો સમગ્ર ભારતના આદિવાસીઓ, દલિતો, ઓબીસી અને મુસ્લિમો, જૈનો વિરોધ કરે છે. ત્યારે આટલા લોકોના અન્યાય સામે વિરોધ કરવાની જગ્યાએ સમર્થન કરવા વાળી પાર્ટી આમ આદમી પાર્ટીના સમર્થનનો હું વિરોધ કરુ છું અને પાર્ટીના સભ્ય પદ પરથી રાજીનામું આપ્યું છે. આમ આદમી પાર્ટી પર આદિવાસી સમાજે બહુ વિશ્વાસ મુક્યો હતો. જે આવા તેમના જ હક્કો પર તરાપ મારતા કાયદાને પાર્ટી સર્મથન આપે એ વ્યાજબી ના કહેવાય એટલે મેં તમામ હોદ્દાઓ અને સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. એમ ડૉ પ્રફુલ વસાવાએ જણાવ્યું હતું.

ભાજપ દ્વારા UCCને ને કોઈ નક્કર મુદ્દા રજુ કર્યા વગર, કે કોનો સમાવેશ કે કેવી રીતે લાગુ થશે એ જાણ્યા વગર જ આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રભારી, રાષ્ટ્રીય મહામંત્રી અને રાજ્યસભાના સાંસદ સંદિપ પાઠક દ્વારા આ યુનિફોર્મ સિવિલ કોડ બિલને સૈધ્ધાંતિક સમર્થન આપેલ છે. જેનાથી થઈ પ્રફુલ વસાવાએ આ પગલું ભર્યું છે એવું લાગી રહ્યું છે.