વલસાડ: પત્રકારો દ્વારા વાપી, દમણ, સેલવાસમાં અનેકવાર તોડબાજીના કિસ્સાઓ સામે આવતાં હોય છે ત્યારે ફરી એક વખત યૂટ્યૂબની ખાનગી ન્યુઝ ચેનલોના કથિત પત્રકારો સામે સ્પા સંચાલક પાસે રૂ. 5 લાખની માંગણી કરવાના કેસમાં સત્ય જણાતા વાપી ટાઉન પોલીસ મથકે ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.
Decision News ને મળેલી માહિતી મુજબ વલસાડના વાપી ટાઉન પોલીસ મથકે એક સ્પા સંચાલકે યૂટ્યૂબના તોડબાજ પત્રકારની ત્રિપુટીએ વાર્ષિક 5 લાખ રૂપિયાનો હપ્તો આપવાની માંગણી કરી હતી અને રૂપિયા નહિ આપે તો સ્પાની આડમાં દેહવ્યાપાર ચાલતો હોવાનો ખોટો કેસ કરશે, પુરવામાં કોન્ડોમ મુકશે, ખોટા સાક્ષીઓ ઉભા કરશે અને ફસાવી દેશે તેવી ધમકી આપી હતી. સ્પા સંચાલકે વાપી ટાઉન પોલીસ મથકે 2 મહિલા સહિત 3 સામે તોડબાજ ત્રિપુટી સામે અરજી કરી FIR કરવા માંગ કરી છે.
સંચાલકે ફરિયાદ નોંધાવી છે કે, 24/06/2023ના 1 ઈસમ અને 2 મહિલા આવી હતી. જેમાં યુવકે પોતાનું નામ ક્રિષ્ના ઝા અને તે એક ખાનગી ન્યુઝ ચેનલનો એડિટર હોવાનું તેની સાથે રહેલ મહિલા સોનિયા ચૌહાણ અને સેમ શર્મા પણ રિપોર્ટર હોવાનું જણાવ્યું. તેઓએ સ્પા સંચાલકને કહ્યું કે તારે અહીં સ્પા ચલાવવું હોય તો ત્રણેયને વાર્ષિક 5 લાખ રૂપિયા આપવા પડશે. નહીં તો અમે તારી ઉપર ખોટો કેસ ઠોકી બેસાડી દઈશું. અને વધુમાં કહ્યું કે પૈસા નહિ આપે તો સ્પાની આડમાં દેહ વેપાર ચાલતા હોવાનો ખોટો કેસ કરશે, પુરવામાં કોન્ડોમ મુકશે, ખોટા સાક્ષીઓ ઉભા કરશે અને સ્પા સંચાલકને ફસાવી દેશે. પણ સ્પા સંચાલક રૂપિયા આપવા તૈયાર ન થતાં પૈસા કઢાવવા ક્રિષ્ના ઝાએ તેના મોબાઇલ નંબર પરથી એક ફોટો ઇમેજ સ્પા સંચાલકના મોબાઇલના વોટ્સએપમા મોકલેલ. જેની ખરાઈ કરતા કથિત ન્યુઝ એડીટર ઓનર ક્રિષ્ના જી.ઝા નુ નામ હતુ. તેમા હીંદીમા બલીઠા વિસ્તારમા સ્પા સેંટરમા દેહ વેપાર ફરીથી શરૂ તે મતલબનુ લખાણ લખેલ હતુ.
જે બાદ આ ક્રિષ્નાએ વોટ્સએપ કોલ કરી આ લખાણ વાંચી લેજે અને તુ અમોને પૈસા આપી દેજે નહિતો આવી જ રીતે તારૂ મીડિયામા પ્રચાર કરી દઇશ તેવી ધમકી આપી હતી. જેથી સ્પા સંચાલકે આ વોટ્સએપ ઇમેજ પ્રિંટ કઢાવી ક્રિષ્ના ઝા, સોનીયા ચૌહાણ અને સેમ શર્મા ત્રણેય વિરુદ્ધ ગેરકાયદેસર સ્પામા પ્રવેશ કરી, કુટણખાના અને દેહ વેપારના ખોટા કેસોમા ફસાવી દેવાની ધમકી, જાનથી મારી નાખવાની ધમકી અને ગાળો બોલી પૈસાની માંગણી કરી કર્યાની ફરીયાદ વાપી પોલીસ મથકે નોંધાવી છે. હાલમાં પોલીસે સ્પા સંચાલકની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે

