ચીખલી-વાંસદા: ચીખલી તાલુકામાંથી પસાર થતો ચીખલી વાંસદા સ્ટેટરોડ કે જે માર્ગ હાઇવે નંબર ૪૮ થી વાંસદા થઈ ને મહારાષ્ટ્રને જોડતો આંતરરાજ્ય સ્ટેટ માર્ગ છે. આ મુખ્ય માર્ગ ને જોડીને બામણવેલ અને એની આજુ બાજુ ના વિસ્તારો માં ક્વોરી ઉધોગ ખૂબ જ મોટા પ્રમાણ માં ફૂલ્યો ફાલ્યો છે. જ્યારે હાલ આ મુખ્ય માર્ગ પર બામણવેલ શ્રી ઓમ સાંઈ મેટલ થી બામણવેલ ચાર રસ્તા સુધી નો માર્ગ વન વે માર્ગ બની ગયો છે. જ્યારે આ માર્ગ પર હાલ ખૂબ જ મોટા પ્રમાણ માં કાદવ કીચડ નું સામ્રાજ્ય જોવા મળે છે. ત્યારે આ કાદવ કીચડ વાળા માર્ગ માટે જવાબદાર કોણ?
આ સ્ટેટ વે હોવા છતાં માણેકપોર થી ચીખલી કૉલેજ સર્કલ સુધી હાલ માર્ગ ઉબડ ખાબડ અવસ્થામાં જોવા મળે છે. ત્યારે આ માર્ગ ની આવી સ્થિતિ માટે જવાબદાર કોણ? શું આ માર્ગ ની ગુણવતા નથી બરાબર કે પછી આ માર્ગ પર ચાલતી ટ્રકો ઓવરલોડ હોવાથી માર્ગ ની આવી સ્થિતિ જોવા મળે છે? ત્યારે આ માર્ગ પર અનેક વાહનો પરિવહન કરે છે. ત્યારે કોઈ અકસ્માત સર્જાય તો એના માટે જવાબદાર કોને ગણવું ? ત્યારે આ માર્ગ પર કાદવ કીચડ ની સમસ્યા માટે ના જવાબદારો પર તંત્ર ના હોદેદારો પર કોઈ પગલાં લેવામાં આવશે કે કેમ? ત્યારે જોવાનું એ રહ્યું કે આમ જનતા માટે તંત્ર ના બાહોશ અધિકારીઓ આ સમસ્યા નું શું સમાધાન કરશે કે કેમ.
માણેકપોર થી કોલેજ સર્કલ સુધી સ્ટેટ વે ઉબડ ખાબડ સ્થિતિ માં જોવા મળે છે. ત્યારે શું આ માર્ગ પર ઓવરલોડ ટ્રકો પરીવહન કરે છે એનાં માટે માર્ગ ની આ હાલત છે? ત્યારે થોડા સમય પહેલા માર્ગ પર પેચ વર્ક પણ અમૂક અમૂક જગ્યાં પર કરવામાં આવ્યુ હતુ તે શું પેચ વર્ક ના કામ ની ગુણવતા બરાબર નથી? કે પછી માર્ગ બનાવ્યો હતો ત્યારે ગુણવતા વગર નો બનાવ્યો હતો.
ચીખલી તરફ જતાં શ્રી ઓમ સાંઈ મેટલ થી માર્ગ પર કાદવ કીચડ નું સામ્રાજ્ય જોવા મળે છે. ત્યારે આ માર્ગ જાણે વન વે હોય એમ પ્રતિત થાય છે. તો એના માટે જવાબદાર કોણ ? વહિવટી તંત્ર આ બાબત એ શું પગલાં લેશે.

