સેલવાસ: વરસતા વરસાદમાં સેલવાસના ખરડપાડા ગામમાં સંપાદિત થયેલી જમીન પરથી એક આદિવાસી પરિવારનું મામલતદાર દ્વારા ઘરનું દબાણ દૂર કરવા ડિમોલિશન કર્યોનો વિવાદ સામે આવતાં સ્થાનિકો આક્રોશમાં આવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

Decision News ને મળેલી જાણકારી પ્રમાણે ​દાનહના ખરડપાડા ગામમાં જે જમીન સંપાદન કરવામાં આવેલી હતી તે જમીન પર એક ભંડારી પરિવારનું ઘર હતું જેને મામલતદારની ટીમ દ્વારા જેસીબી મશીનથી વરસતા વરસાદમાં  ડિમોલિશન કરી દેવાતા પરિવારની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ હતી. જેના કારણે હાલમાં સ્થાનીકોમાં પ્રશાસન પર ગુસ્સે ભરાયા છે. ગ્રામજનો ડિમોલિશન વિરોધ કરી રહ્યા છે.

એવું પણ જાણવા મળ્યું છે કે ખરડપાડા ગામમાં બીજા પણ 4 ઘરો છે એને પણ ડિમોલીશન કરવાના છે. આદિવાસી પરિવારોએ પ્રશાસનની ટીમને હાલમાં ચોમાસાની સીઝન ચાલી રહી છે તો થોડી રાહત આપવામાં આવે એવી માંગ કરી હતી પણ આ પરિવારના સભ્યોને મંગળવાર સુધીનો સમય આપવામાં આવ્યો છે.